Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 296
________________ શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ રાને (અત્તર અસ્તિ) અંત આવે નહીં એટલે અનંત દુઃખનો અનુબંધ થાય, તથા (મur fહ ચાવત) જ્યાંસુધી મરણ પામે ત્યાંસુધી–મરણ પર્યત (જનો - મિતાઃ ) મનને તાપ થાય (ત વર્ષ) તેવું કર્મ–કાર્ય (હિન્દુ) નિશ્ચ ( મૂ i) મૂર્ખ માણસ પણ ( ત) ન કરે તે પછી વિદ્વાન માણસ તે કેમ જ કરે ? વિશેષાર્થ –હિંસા, અસત્ય, ચાર્ય, પરદા રાગમન અને અતિતૃષ્ણા વિગેરે પાપ કર્મ કરવાથી પ્રાણી ક્ષણવાર સુખનો લેશ પ્રાપ્ત કરે છે અને દુ:ખના અનુબંધવાળું અશુભ કર્મ અનંત કાળ સુધી ભેગવવું પડે તેવું બાંધે છે. તેમ જ આ ભવમાં પણ તે ઉગ્ર પાપ દુનિયામાં પ્રસિદ્ધ થયા વિના રહેતું નથી. કહ્યું છે કે “અચુકપુuથાપનાદિવ જમા ”(અતિ ઉગ્ર પુણ્ય પાપનું ફળ આ ભવમાં જ ભેગવાય છે.) તેથી તે પાપ પ્રસિદ્ધ થવાથી લોકના તિરસ્કાર વિગેરેથી તથા પિતાની યશ-કીત્તિને નાશ થવાથી તે પાપને પશ્ચાત્તાપ મરણ પર્યત થાય છે, માટે તેવા પાપથી દૂર રહી આત્માનું હિત કરવામાં તત્પર થવું તે ચોગ્ય છે. ૧૩. : હવે કામનું અનર્થકારીપણું દેખાડે છે – यदर्जितं वै वयसाऽखिलेन, ध्यानं तपो ज्ञानमुखं च सत्यम् । क्षणेन सर्वं प्रदहत्यहो! तत् , कामो बली प्राप्य छल यतीनाम् અથ–સ્તીનાં) મુનિઓનું (અવિન્ટેન) સમગ્ર (જયા) વય–ઉમ્મરવડે () નિશ્ચ (ચ) જે (થાન) મનની સ્થિરતાવાળું શુભ ધ્યાન, (તા) છઠ્ઠ, અઠ્ઠમ વિગેરે તપ, (જ્ઞાનમુë ) જ્ઞાન, વિવેક વિગેરે (૪) અને (સત્ય) સત્ય-મૃષાવાદવિરમણ વિગેરે ( ક) ઉપાર્જન કર્યું હોય છે, (ત) તે ધ્યાનાદિક () સર્વને (અ) અહો ! (વહી) બળવાન (જામ) કામદેવ (જીરું માજ) છળ પામીને ( ન ) એક ક્ષણવારમાં (તર) બાળી નાંખે છે. જન્મ પર્યત ઉપાર્જન કરેલા ધ્યાનાદિકને એક ક્ષણવારમાં જ ભસ્મીભૂત કરે છે, એ આશ્ચર્ય છે. મુનિઓના ધ્યાનાદિકનો નાશ કરે છે, તો બીજા સંસારી જીવોનું તે શું કહેવું ? એ આ મલેકનું રહસ્ય છે. વિશેષાર્થ-કામદેવ એટલો બધો બળવાન છે કે તે પ્રાણુને એક પળમાં જ પાયમાલ કરી નાંખે છે. તેનાથી નિરંતર ડરતા રહેવાની જરૂર છે. તેનાં સાધન જે પાંચ ઇંદ્રિયોના વિષયે તેને સેવતાં બહુ જ વિચાર કરવાનો છે. જેની કામને આધીન થવાની ઈચ્છા ન હોય તેણે પોષ્ટિક અથવા કામોત્પાદક પદાથોને આહાર કરે નહીં, સ્ત્રીને પરિચય અલ્પ પણ કરવો નહીં. “સ્ત્રીની સાથે માત્ર જરા વાત ‘કરવાથી શું હરકત છે?” એમ કદી પણ ધારવું નહીં. તેમ જ ગારરસંવાળી વાર્તાઓ કહેવી કે સાંભળવી નહીં, તેવા વિકાર કરનારા પુસ્તકો વિગેરે પણ વાંચવા

Loading...

Page Navigation
1 ... 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312