________________
૨૮ર
પ્રકરણસંગ્રહ સાંભળવા નહીં. શાસ્ત્રકારે કહેલી શિયળની નવે વાડ બરાબર સાચવવી. જે પ્રાણી તે વાડને સાચવતો નથી તેના શિયળરૂપી ક્ષેત્રને કામદેવ અવશ્ય નાશ કરે છે. પિતાના ખેતરની વાડ બરાબર સચવાય નહીં તો તે ખેડુતને પાક પશુઓના ભેગમાં આવે છે, એ પ્રત્યક્ષ સિદ્ધ છે. આ કુર કામદેવ એક વાર આત્મારૂપી ગૃહમાં પ્રવેશ કરે તો પછી તે મોટા મોટા મુનિરાજના મનને પણ ક્ષોભ પમાડે છે અને તેના જ્ઞાન, ધ્યાન વિગેરેને ભૂલાવી દે છે, તપને નિષ્ફળ કરે છે અને સત્ય વિગેરે ગુણનો નાશ કરે છે. ૧૪.
કામ પણ મેહ વિના ઉત્પન્ન થતો નથી, તેથી મોહનું બળવાનપણું અને અનર્થ કરવાપણું દેખાડી તેના નાશનો ઉપાય કહે છે - बलादसौ मोहरिपुर्जनानां, ज्ञानं विवेकं च निराकरोति । मोहाभिभूतं च जगद्विनष्टं, तत्त्वावबोधादपयाति मोहः ॥१५॥
અર્થ –(અ) આ મનમાં પ્રત્યક્ષ દેખાતો (મો ) મોહરૂપી શત્રુ (વસ્ટાર) બળાત્કારે (1નાનાં) માણસેના (શાનં ) જ્ઞાન ( ) અને (વિવે) વિવેકને (નિરાતિ ) દૂર કરે છે–નાશ કરે છે. (૪) વળી ( મોદામિમૂર્ત ) મેહથી પરાભવ પામેલું (જ્ઞાત) આ જગત્ (વિનg) નાશ પામ્યું છે. આવો મેહ શી રીતે નષ્ટ થાય ? તે કહે છે- તવાવવધાત) તવના બધથી-આત્મજ્ઞાનથી (મો.) આ મોહ (અપથતિ) નાશ પામે છે. જ્યાં તત્ત્વબેધ હોય ત્યાં મેહ ટકી શકતો નથી.
વિશેષાર્થ –મોહ વિવેકનો ખરેખર કટ્ટો શત્રુ છે, એ હકીકત આપણે આગળ પણ કહી આવ્યા છીએ. વિવેકની ઉત્પત્તિ જ્ઞાનથી થાય છે, તેથી જ્ઞાન પણ મેહના શત્રુ તરીકે ગણાય, એ કાંઈ ખોટું નથી. જ્ઞાન અને વિવેકવડે પ્રાણી તત્ત્વને બરાબર સમજીને પછી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિના વિરોધી મોહને નિર્મૂળ કરવા મથે છે. એમ મોહ પણ પિતાને જ્યારે અવસર મળે છે ત્યારે તે આત્માને પિતાને વશવત કરે છે, અને જ્ઞાન તથા વિવેક એ બન્નેને નિર્મૂળ કરવા પ્રયત્ન કરે છે. આ બન્નેનું યુદ્ધ અનાદિ કાળથી આમારૂપી ગૃહમાં થતું જ આવ્યું છે. તેમાં આત્મા તે બેમાંથી જેને વશવતી હોય, તેને જ જય થાય છે. ૧૫.
સંસારમાં પ્રાણીઓની સુખને માટે કરેલી પ્રવૃત્તિ નિષ્ફળ થાય છે, તે કહે છે:सर्वत्र सर्वस्य सदा प्रवृत्ति-दुःखस्य नाशाय सुखस्य हेतोः। तथापि दुःखं न विनाशमेति, सुखं न कस्यापि भजेत् स्थिरत्वम्
અર્થ –(વા ) સર્વ પ્રાણીની (પ્રવૃત્તિ:) પ્રવૃત્તિ (નવા) હમેશાં (સર્વત્ર ) સર્વ ઠેકાણે (સુક્ષ્મ) દુઃખના (નારાય) નાશને માટે અને