Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 300
________________ શ્રી હદયપ્રદીપષત્રિશિકા પ્રકરણ. ૨૮૫ ૪િ) મુનિવેષ ધારણ કરનાર (જે) જે (સોડુv) ષડૂસવાળા ભેજનમાં લેપ હય, તો (તત્ત) તે થકી બીજું () અધિક (વિનં) વિડં. બન-અતિકષ્ટ (નાસ્તિ) નથી. વિશેષાર્થ-મુનિવેષ ધારણ કર્યા પહેલાં શુદ્ધ એટલે જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પ્રાપ્ત થવો જોઈએ. તેવા વૈરાગ્યથી સંસારનું ખરું સ્વરૂપ સમજાય છે. સર્વ પદાર્થ અનિત્ય ભાસે છે. અર્થ (ધન ) અનર્થનું મૂળ છે, એમ નિશ્ચય થાય છે. ઇંદ્રિએના વિષયે જ પ્રાણીને સંસારમાં પરિભ્રમણ કરાવે છે, એમ સમજવામાં આવે છે. પાંચ ઇંદ્રિયોમાં રસનેંદ્રિય અતિ બળવાન છે અને તેની પરાધીનતાથી પ્રાણું ભક્ષ્યાભઢ્યને વિવેક ચૂકી જાય છે, એમ અનુભવથી સિદ્ધ થયું હોય છે. આવા દઢ વૈરાગ્યવડે ચારિત્ર લઈ મુનિ વેષ ધારણ કર્યા પછી તેને ઉપરના લેકમાં કહેલી વિડંબના પ્રાપ્ત થતી નથી, છતાં જે ચારિત્ર લેવામાં મેહગભિત કે દુઃખગર્ભિત વૈરાગ્ય હોય તો અથવા કઈ પૂર્વ જન્મના પ્રબળ દુષ્કર્મનો ઉદય થાય તે આ શ્લોકમાં કહેલી વિડંબના મુનિપણમાં પણ પ્રાપ્ત થાય છે. ૧૯. પાખંડીઓના વેષનું ફળ માત્ર લકરંજન જ છે, તે કહે છે – ये लुब्धचित्ता विषयार्थभोगे, बहिर्विरागा हृदि बद्धरागाः। ते दाम्भिका वेषधराश्च धूर्ता, मनांसि लोकस्य तु रञ्जयन्ति ॥२०॥ અ—(જે) જે મનુષ્યો (વિજયાર્થીને) પાંચ ઇંદ્રિયના વિષયો તથા ધનના ભેગને વિષે (સુધારા) લુબ્ધ મનવાળા હોય છે, તથા (દર્વિ ) બહારથી વિરાગી એટલે રાગદ્વેષાદિ રહિત અને (ર) અંતઃકરણમાં (વરા ) રાગદ્વેષથી બંધાયેલા હોય છે, (તે) તેઓ (મિ ) કપટના જ ઘરરૂપ (૪) અને (વેપધરાઃ) દ્રવ્યથી મુનિવેષને ધારણ કરનારા ( ધૂ ) ધૂર્ત એટલે લોકવંચક જ હોય છે. (સુ) તેઓ માત્ર (ટોવાસ્ય) લકેના (મનોવિ) ચિત્તને જ (ક્ષત્તિ) રંજન કરે છે, પરંતુ આત્મરંજન-સ્વાત્મહિત કાંઈપણ કરી શક્તા નથી, તેથી તેઓ છેવટે દુર્ગતિને ભજનારા થાય છે. વિશેષાર્થ –જે મનુષ્ય માત્ર બહારથી મુનિવેષ ધારણ કરતા હોય અને અંદર કાંઈપણ વિરાગ દશાને પામ્યા ન હોય, તેવા દાંભિક જનોને આ લેકમાં ઉપદેશ આપે છે. આવા વિષયાસક્ત ચિત્તવાળા કેઈક વાર બાહ્યથી વધારે વૈરાગ્યનો દેખાવ કરે છે, પરંતુ તેમનું અંત:કરણ કઠેર હોય છે. વૈરાગ્યવડે આદ્ર હોતું નથી. તેવા દાંભિકે એક પ્રકારના ધૃત્ત જ છે, કારણ કે તેમના બાહ્ય આડંબરથી ભદ્રિક લોકે ઠગાય છે, તેથી તેમની ભક્તિ કરે છે અને તેમનો પૂર્ણ વિશ્વાસ કરે છે, પરંતુ તેનું પરિણામ અતિ ભયંકર આવે છે. આવા દાંભિકે પરનું રંજન કરી શકે છે. જો કે તે દાંભિકપણું ચિરકાળ ટકી શકતું નથી, તેથી અંતે તેને પાપને

Loading...

Page Navigation
1 ... 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312