Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 293
________________ २७८ પ્રકરણસંગ્રહ. સંસારના દુખરૂપ રંગનો નાશ કરવાનો ઉપાય બતાવે છે – संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः॥८॥ અર્થ –સંપાદુકલા) આ જગતમાં સંસારના દુખથકી (w) બીજે કઈ (રોકાર) રેગ-વ્યાધિ (ર અસ્તિ) નથી, અને (રવિવાર) સમ્યક્ પ્રકારના વિચાર થકી (vi) બીજુ કાંઈપણ (વર્ષ ૨) ઔષધ નથી. અર્થાત્ સંસારના દુઃખરૂપી વ્યાધિનું ઔષધ સમ્યક્ વિચાર જ છે. તેથી કરીને (તોટુ ) તે રેગ સદશ દુ:ખને (વિનારાનાથ) વિનાશ કરવા માટે (છાઢતા) સારા શાસ્ત્ર થકી (અર્થ વિવાર) આ વિચાર (ચિત્ત) કરવામાં આવે છે. ' વિશેષાર્થ –આ સંસારી જીવ નવરાદિક રોગને જ રેગ કહે છે, પરંતુ આ જીવને સાંસારિક અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક-આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગેલા છે. તેમાંથી માત્ર કાયિકને જ રોગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે સિવાય બીજા રોગ (અધિ, ઉપાધિ) તે કરતાં વધી જાય તેવાવધારે દુઃખ આપનારા અને કર્મબંધને કરાવનારા છે તે સર્વ પૂર્વકર્મજન્ય જ છે. તે સર્વ રોગનું નિવારણ કરનાર પરમ ઔષધ સમ્યગ વિચાર જ છે. તેનાથી જ સર્વ દુઃખો નિમૂળ થઈ શકે છે. ૮. તે ઔષધરૂપ સમ્યગ વિચારને જ બતાવે છે – अनित्यताया यदि चेत् प्रतीति-स्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ॥९॥ ' અર્થ-જે પ્રાણીને દ્રવ્ય, સ્વજન, કુટુંબ અને શરીર વિગેરે સર્વ સંસારના પદાર્થો સંબંધી ( t 1 ) જે ( નિત્તાકાર) અનિત્યપણુની (કતાતિ) પ્રતીતિ થઈ હોય ( ૪) અને (ગુરાવારૂ) ગુરુના પ્રસાદથી (તરા ) તત્ત્વની (નિષ્ઠા) દઢ શ્રદ્ધા થઈ હોય તો તે પ્રાણ (કને ને ૪) વસ્તીમાં અને વનમાં ( ગ) સર્વ ઠેકાણે ( સુવા હિ) સુખી જ હોય છે. અને ( ૨ ) જે અનિત્યપણુની પ્રતીતિ અને તત્ત્વશ્રદ્ધા ન થઈ હોય તે ( રે સાથ કનેy) વનમાં અને વસ્તીમાં પણ તે (ફુવી) દુઃખી જ હોય છે. વિશેષાર્થ –આ પ્રાણ નિરંતર સુખનો અથ છે અને દુઃખથી ત્રાસ પામે છે, પરંતુ સુખ-દુઃખના હેતુને યથાર્થ નહીં ઓળખવાથી તેને ખરું સુખ પ્રાપ્ત થતું

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312