________________
નિગોદ ષત્રિંશિકા પ્રકરણ.
૨૧૫
અથ – ) ઉત્કૃષ્ટપદને છોડ્યા વિના ( રાવ ) સર્વ બાજુએ (નિ ) નિગોદની (સોrળાદ) અવગાહનાવાળી (gg) એક એક પ્રદેશની (લુણાળré) વૃદ્ધિ અને હાનિએ કરીને (જો) ગોળા ( નિઝર) બનાવાય છે.
વિવેચન –લેકની મધ્યમાં આવેલા ગોળાની અંદર રહેલ ઘણું જીવપ્રદેશવડે સ્પર્શાએલ આકાશપ્રદેશ રૂપ ઉત્કૃષ્ટ પદ છે. એક અવગાહનાવાળી નિગદના વિવક્ષિત (અમુક જે કલ્પીએ તે) પ્રદેશને છોડ્યા વિના સર્વ દિશામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે વિવક્ષિત અવગાહનાના કેટલાક પ્રદેશ મૂકતી એવી અન્ય અન્ય નિગોદની સ્થાપનાવડે અસંખ્ય ગેળાઓ ઉત્પન્ન થાય છે.
ભાવાર્થ –જે વિવક્ષિત અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ આકાશપ્રદેશમાં એક નિગદ અવગાહેલ છે, તેને જ વિષે (તેટલી જ અવગાહનામાં) બીજી અસંખ્યાતી નિગોદ અવગાહેલી છે, તેમ જ તે વિવક્ષિત નિગદની અવગાહનાની અપેક્ષાએ તેના કેટલાક પ્રદેશને મૂકીને બાકીના કેટલાક પ્રદેશમાં વ્યાપીને રહેલી એવી સર્વ દિશાઓમાં અસંખ્યાતી નિગોદે છે, તેના વડે ગેળાઓ ઉત્પન્ન થાય છે. તે ૬ છે
હવે બીજા ગેળા કેવી રીતે નીપજે છે? તે કહે છે – तत्तो चिय गोलाओ, उक्कोसपयं मुइत्तु जो अन्नो।। होइ निगोओ तमि वि, अन्नो निप्फजई गोलो ॥७॥
અર્થ – તો શિર જોઢા) ત્યાર પછી તે ગોળાના (૩ોરપદં) ઉત્કૃષ્ટ પદને (મુY) છોડીને ( અન્નો) જે બીજી ( નિ ) નિગોદ રહેલી છે. (સંગિ વિ) તેમાં પણ ( જો નિષદ જો) બીજા ઉત્કૃષ્ટપદથી બીજા ગોળાઓ નીપજે છે.
વિવેચનઃ—ઉપર કહેલા ગોળાને આશ્રીને બીજા ગોળા બને છે. કેવી રીતે? ઉત્તર–પ્રથમના ગોળાનું વિવક્ષિત ઉત્કૃષ્ટ પદ છોડીને જે બીજી નિગદ રહી છે, તેમાં અન્ય ઉત્કૃષ્ટ પદની કલપનાથી બીજા ગોળા બને છે. ભાવાર્થ આ પ્રમાણે-પ્રથમના ઉત્કૃષ્ટ પદને આશ્રી વિવક્ષિત નિગદની અવગાહનામાં એક એક પ્રદેશની વૃદ્ધિ અને હાનિવડે જે અન્ય નિગોદો સ્થાપી છે, તેમાંની કઈ એક પણ નિગદને આશ્રીને બીજી નિગોદે સ્થાપવાથી બીજા ગાળા બને છે, એટલે એક એક આકાશ. + પ્રદેશની વૃદ્ધિ-હાનિવડે જે નિગોદો રહી છે તે નિગોદમાં અન્ય ઉત્કૃષ્ટ પદ સ્થાપવાથી બીજા ગોળા બને છે. (એ પ્રમાણે અસંખ્યાતા ગોળા બને છે. ) | ૭ |