________________
૧૬ર
પ્રકરણસંગ્રહ. तिअनिसहें बिअकुरुसुं, हरिसु अ तह तइअ हेम कुरु हरिसु । दु दु संख एग अहिआ, कम भरह विदेह तिग संखा ॥३७॥
અર્થ-(બી) ક્ષેત્રઢિકાદિના યોગવાળા (સંકુનિકત) જબૂદ્વીપમાં નિષધ પર્વત સુધી (૬ મf gધં) જેમ પ્રથમ કહ્યું છે તેમજ જાણવું. તે આ પ્રમાણે - ૧ જંબુદ્વીપના હિમવંતપર્વતે સિદ્ધ થયેલ ચેડા, ૨ તેથી હૈમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૩ તેથી મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ, ૪ તેથી દેવકુરુક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૫ તેથી હરિવર્ષ ક્ષેત્રમાં સંખ્યાતગુણા, તેથી ૬ નિષધ પર્વતમાં સંખ્યાતગુણુ. (હિ થી દિને) તેથી ૭ બીજા ધાતકીખંડના બે હિમવંત પર્વતમાં વિશેષાધિક (દુ મદદન) ૮ બીજા ધાતકીખંડના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણા. (તિ હિમવેત્તે ) ૯ ત્રીજા પુષ્કરાઈના બે હિમવંત પર્વતમાં સંખ્યાતગુણ, તેથી (નિષદ) ૧૦ બીજા ધાતકીખંડના બે નિષધ પર્વતમાં સંખ્યાતગુણા કે વિશેષાધિક [સાડત્રીશમી ગાથામાં બે બે સંખ્યાતગુણા અને એક વિશેષાધિક એમ કહેલ છે એ ક્રમ પ્રમાણે તે વિશેષાધિક જોઈએ પણ ટીકામાં દશમા સ્થાનમાં સંખ્યાતગુણ લખેલ છે.] (મહાદિમા) ૧૧ ત્રીજા પુષ્કરાર્ધના બે મહાહિમવંત પર્વતમાં સંખ્યાતગુણ (વિદિવે) ૧૨ બીજા ધાતકીખંડના બે હૈમવતક્ષેત્રમાં વિશેષાધિક, ( ૧૩ ત્રીજા પુષ્કરાઈના બે નિષધ પર્વતે સંખ્યાતગુણ ( વિમવુp) ૧૪ તેથી બીજા ધાતકીખંડના બે દેવકુમાં સંખ્યાતગુણા. (૯ ક) ૧૫ તેથી બીજા ધાતકીખંડના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક. (ત€ તમ ફ્રેમ) ૨૬ તેથી ત્રીજા પુષ્કરાર્થના બે હેમવંતક્ષેત્રમાં સંખ્યાતગુણ, (૩) ૧૭ તેથી ત્રીજા પુષ્કરાર્ધના બે દેવકુરુમાં સંખ્યાતગુણ, (હુ) ૧૮ તેથી ત્રીજા પુષ્કરાર્ધના બે હરિવર્ષ ક્ષેત્રમાં વિશેષાધિક. એમ (ડુડુ સંત) બે બે સંખ્યાતગુણુ અને ( દા) એક વિશેષાધિક કહેવા. ( મરદ વિદ્ય નિષણા ) અનુક્રમે ભરતત્રિકમાં અને મહાવિદેહત્રિકમાં સંખ્યાતગુણ કહેવા તે આ પ્રમાણે-૧૯ તેથી જબૂદ્વીપના ભરતમાં સંખ્યાતગુણ, ૨૦ તેથી ધાતકીખંડના બે ભારતમાં સંખ્યાતગુણા, ૨૧ તેથી પુષ્કરાર્ધના બે ભારતમાં સંખ્યાતગુણ, ૨૨ તેથી જંબુદ્વિીપના મહાવિદેહક્ષેત્રમાં સંખ્યાતગુણ, ૨૩ તેથી ધાતકીખંડના બે મહાવિદેહમાં સંખ્યાતગુણા. ૨૪ તેથી પુષ્કરોધના બે મહાવિદેહમાં સંખ્યાતગુણ. ઉપર જણાવેલા દ્વીપના સરખા પ્રમાણવાળા ક્ષેત્ર અને પર્વતનું તે તે દ્વીપમાં કહ્યા પ્રમાણે સરખું પ્રમાણ કહેવું એટલે ધાતકીખંડના એક ભરતક્ષેત્રનું કહ્યું તેટલું જ તેના બીજા ભરતક્ષેત્રનું તથા તેના બે ઐરવતક્ષેત્રનું એમ ચારે ક્ષેત્રનું જાણવું. ૩૬-૩૭.
૧ આમાં સંખ્યાતગુણ ને વિશેષાધિકમાં ટીકામાં કહેલ છે તે બરાબર સમજાતું નથી તેથી ખલનાનો સંભવ છે.