________________
પ્રકરણુસંગ્રહ.
અથ ને વિવેચન—૩ ગતિદ્વારે ( ૨૩ાથ ) સામાન્ય ચારે ગતિમાંથી આવેલા ( નવ દિય ) મનુષ્યગતિમાં રહેલા (ત્તિવ ) સિઝે. વિશેષથી નરકગતિની અપેક્ષાએ પ્રથમની ચાર નરકથી આવેલા સિઝે. તિર્યંચગતિની અપેક્ષાએ પૃથ્વીકાય, અકાય, પ્રત્યેક વનસ્પતિકાય અને પંચેન્દ્રિય તિર્યંચમાંથી આવેલા સિઝે. મનુષ્યગતિની અપેક્ષાએ સ્રી, પુરુષ, નપુંસક ત્રણે વેદમાંથી આવેલા સિઝે. દેવગતિમાં ચારે નિકાયના દેવામાંથી આવેલા સિઝે, પણ તીર્થ કરતા દેવગતિમાંથી એટલે વૈમાનિક દેવમાંથી આવેલા અને નરકગતિમાંથી એટલે પ્રથમની ત્રણ નરકમાંથી આવેલા જ સિઝે. વર્તમાન નયને આશ્રીને મનુષ્યગતિમાં રહેલા જ મેાક્ષ પામે. ૪ વેદદ્વારે (વૈયતિન) ત્રણે વેદમાં સ્રી, પુરુષ અને નપુંસક વેદમાં સિઝે. તેમાં પ્રત્યુત્પન્ન નયને આશ્રીને અવેદી જ સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ વેદની અપેક્ષાએ અને બાહ્ય આકાર માત્રની અપેક્ષાએ ત્રણે વેદમાંથી સિઝે. તીર્થંકર તા વેદ અને પુરુષવેદે વતં તા જ સિઝે. ૫ તી દ્વારે ( ુવિદ્યુતિસ્થેવિ ) તીર્થ એ પ્રકારે-તીર્થ કરે પ્રવર્તાવેલ અને તીર્થ 'કરીએ પ્રવર્તાવેલ, એ બંને તીર્થમાં સિઝે. ૬ લિંગદ્વારે( દિ-જ્ઞન્ન-સોિવુ અ) લિંગ એ પ્રકારે-દ્રવ્યથી અને ભાવથી. દ્રવ્યલિંગ ત્રણુ પ્રકારે-ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ. એ ત્રણે લિંગે સિઝે, અને સંયમરૂપ ભાવલિંગની અપેક્ષાએ તે સ્વલિંગે જ સિઝે. ૭ ચારિત્રદ્વારે ( ચને અાવકૃતા) ચારિત્રના પાંચ પ્રકાર-સામાયિક, દેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સમસપરાય અને યથાખ્યાત. તેમાંથી ક્ષાયિક યથાખ્યાત ચારિત્રમાં વર્તતા જ સિઝે. ( ઉપશમ યથાખ્યાતમાં વર્તતા ન સિઝે ) ૬. तिच पण पु ितिचरण, जिणा ७ सयं बुद्धि - बुद्ध - पत्तेया ८ | दु-ति-चउनाणा ९ लहुतणु, दुहत्थ गुरु पणधणुसयाओ १० ॥ ७ ॥ અઃ :- પુત્ત ત્તિષન ) તે ભવમાં પૂર્વ અનુભવેલા ચારિત્રની અપેક્ષાએ ( તિ ૨૩ પળ ) ત્રણ, ચાર અથવા પાંચ ચારિત્ર પામીને સિઝે. એટલે કેટલાક પહેલું, ચેાથું અને પાંચમ એ ત્રણ ચારિત્રપામીને સિઝે, કેટલાક પહેલ, બીજી, ચેાથુ અને પાંચમુ એ ચાર પામીને સિઝે, કેટલાક પહેલું, ત્રીજું, ચેાથું અને પાંચમુ એ ચાર પામીને સિઝે અને કેટલાક ઉપર કહેલા પાંચે ચારિત્ર પામીને સિઝે. ( ના ) તીર્થંકર તેા સામયિક, સૂક્ષ્મસ`પરાય અને યથાખ્યાત એ ત્રણુ ચારિત્ર પામીને જ સિઝે. ૮ મુન્દ્વન્દ્વાર ચાર પ્રકારે છે:—(સથૅ) સ્વયં બુદ્ધ, ( વૃદ્ધિIT) બુદ્ધિબુદ્ધ, ( યુયુદ્ઘ ) બુદ્ધબુદ્ધ અને ( જ્ઞેયા ) પ્રત્યેકબુદ્ધ એ ચારેમાંથી સિઝે. સ્વયં એટલે બાહ્ય હેતુ વિના જાતિસ્મરણાદિ પામીને ખેાધ પામેલા તે સ્વયં બુદ્ધ, બુદ્ધિ એટલે મલ્રિસ્વામી તીર્થ કર અથવા સામાન્ય સ્ત્રી તેમનાથી પામેલા તે બુદ્ધિબુદ્ધ, આચાર્યાદિક તે બુદ્ધ તેમનાથી બેધ પામેલા યુદ્ધબુદ્ધ અને પ્રત્યેક એટલે કાંઈક બાહ્ય હેતુ જોઇને બાધ પામેલા તે પ્રત્યેકબુદ્ધ જાણવા,
ધ
૧૪૮