________________
શ્રી સિદ્ધપચાશિકા પ્રકરણ
૧૪૯
વિવેચનઃ–પ્રત્યેકબુદ્ધ અને સ્વયંભુદ્ધમાં બોધિ, ઉપધિ, શ્રુત અને લિંગવડે ભેદ છે, તેથી તે પ્રત્યેક એટલે જુદા વિહાર કરે પણ ગચ્છવાસીની પેઠે સાથે વિચરતા નથી. સ્વયં બુદ્ધને પાત્રાદિક બાર પ્રકારની ઉપાધિ હોય અને પ્રત્યેકબુદ્ધને જઘન્યથી રજોહરણ અને મુહપત્તિરૂપ બે પ્રકારની અને ઉત્કૃષ્ટથી પ્રાવરણ (વસ્ત્ર) વજીને નવ પ્રકારની ઉપાધિ હોય. સ્વયં બુદ્ધને પૂર્વે ભણેલું શ્રુત હોય અથવા ન હોય. જે હોય તે દેવતા લિંગ અપે અથવા ગુરુ પાસે અંગીકાર કરે અને એકલા વિહાર કરવા સમર્થ હોય તો તે એકલા વિહાર કરે, નહિ તે ગ૭માં રહે. જે પૂર્વાધીત શ્રત ન હોય તે નિશ્ચ ગુરુ પાસે લિંગ અંગીકાર કરે અને ગ૭નો ત્યાગ કરે જ નહિ. પ્રત્યેકબુદ્ધને પૂવધીત શ્રુત અવશ્ય હોય. જઘન્યથી અગિયાર અંગનું અને ઉત્કૃષ્ટથી કાંઈક ઊણા દશ પૂર્વનું હોય. તેમને લિંગ દેવતા અર્પે અથવા કદાચિત્ લિંગ રહિત પણ હોય. હવે ગાથાનો બાકી અર્થ કહે છે -
અર્થ:- જ્ઞાનધારે-જ્ઞાન પાંચ પ્રકારે-મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યવજ્ઞાન, કેવલજ્ઞાન. તેમાં કેવલજ્ઞાને વતતા સિઝે. તે ભવમાં પૂર્વે અનુભવેલ જ્ઞાનની અપેક્ષાએ ( ટુ-તિ-૩ના) કેટલાક મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ બે જ્ઞાની, કેટલાક મતિ, શ્રુત, અવધિ અથવા મતિ, શ્રુત અને મન:પર્યવ એ ત્રણ જ્ઞાની અને કેટલાક મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એ ચાર જ્ઞાની સિઝે. તીર્થકર તો ચાર જ્ઞાની જ સિઝે.
૧૦ અવગાહનાદ્વારે–અવગાહના બે પ્રકારે-( દુતળુ થ ) જઘન્યથી બે હાથની અવગાહનાવાળા (સુર પંથકુવા ) અને ઉત્કૃષ્ટથી પાંચ સે ધનુષ્યની અવગાહનાવાળા સિઝે. મરુદેવીમાતા આદિ પાંચસેથી અધિક પચીશ ધનુષ્યના શરીરવાળા પણ સિઝે, કારણ કે મરુદેવીની અવગાહના નાભિકુલકર તુલ્ય પ૨૫ ધનુષ્યની હતી. સંઘયણ, સંસ્થાન અને ઊંચપણું કુલકરની સ્ત્રીનું કુલકર સરખું હોય છે. આ પ્રમાણે સિદ્ધપ્રાભૂતની ટીકામાં કહ્યું છે.” બે હાથની ઉપર અને પાંચ સો ધનુષ્યની અંદરની મધ્યમ અવગાહનાએ વર્તતા સિઝે. તીર્થકર તો જઘન્યથી સાત હાથના અને ઉત્કૃષ્ટથી પાંચ ધનુષ્યના પ્રમાણુવાળા જ સિઝે. બાકીના જીવો મધ્યમ અવગાહનાએ પણ સિઝે. ૭. कालमणंतमसंखं, संखं चुअसम्म अचुअसम्मत्ता ११ । लहुगुरुअंतर समओ, छमास १२ अडसमय अवहिआ १३ ॥८॥
અર્થ –૧૧ ઉત્કર્ષ દ્વારે-(સુમરH) સમ્યકત્વથી પડીને કેટલાક (ઈria) ઉત્કૃષ્ટથી અધપુદગલ પરાવર્તન કાળરૂપ અનંતકાળ સુધી સંસારમાં ભમીને, ફરી સમ્યકૂવાદિ ૨નત્રય પામીને સિઝે. ( અહં સંક્ષે ) કેટલાક બીજા અનુત્કૃષ્ટથી અસંખ્યાતકાળ સુધી અને સંખ્યાતકાળ સુધી ભમીને સિઝે. (અજુઅક્ષwત્તા) કેટલાક સમ્યકત્વથી પડ્યા વિના પણ સિઝે.