________________
૮૦
પ્રકરણસંગ્રહ.
(૩મતિ) ઉપરના ત્રણ ગુણઠાણે (મવિ) લાભ વિના (કુત્તિ તિજોવ) ત્રણ ભાવ હોય. ( તદ ર ) તથા ( ચામણુ ) છેલ્લે ગુણઠાણે (રિલત) અસિદ્ધત્વ અને (મનુગાળા ) મનુષ્ય ગતિ ( મિ) તે બે દયિકભાવ જ હોય. ૨૧.
વિવેચન–છદ્દે ગુણઠાણે કહેલ પંદર ભાવમાંથી પ્રથમની ત્રણ વેશ્યા વિના બાકીના બાર ભાવ સાતમે ગુણઠાણે હોય. તે આ પ્રમાણે-અસિદ્ધત્વ, ત્રણ શુભ લેશ્યા, ચાર કષાય, મનુષ્યગતિ ને ત્રણ વેદ. પ્રથમની ત્રણ લેશ્યાનો ઉદય છઠ્ઠા ગુણઠાણું સુધીજ હોય. તેમાંથી તેજલેશ્યા અને પદ્મશ્યા વિના બાકીના દશ ભાવ આઠમે, નવમે ગુણઠાણે હોય. આઠમેથી શ્રેણી માંડે અને શ્રેણી તો શુકલ લેશ્યાએ જ હોય માટે. દશમે ગુણઠાણે પ્રથમના ત્રણ કષાય (લેભ સિવાયના) તથા
સ્ત્રી, પુરુષ, નપુંસક એ ત્રણ વેદ વિના બાકીના અસિદ્ધત્વ, શુકલ વેશ્યા, સંજવલન લોભ તથા મનુષ્યગતિ એ ચાર ઔદયિક ભાવ હોય. અગિયારમે, બારમે તથા તેરમે ગુણઠાણે સંજવલન લેભ વિના બાકીના ત્રણ ભાવ હોય. અસિદ્ધત્વ, શુકલ લેશ્યા ને મનુષ્ય ગતિ. છેલ્લા અગી કેવલી ગુણઠાણે અસિદ્ધત્વ અને મનુષ્યગતિ, એ બે જ દયિક ભાવ હોય; કારણ કે ત્યાં લેશ્યાનો અભાવ છે. . - હવે એપશમિક ભાવના ભેદ ગુણઠાણે કહે છે – तुरिआओ उवसंतं, उवसमसम्मं भवे पवरं ॥ २२ ॥ नवमे दसमे संते, उवसमचरणं भवे नराणं च, खाइगभेए भणिमो, इत्तो गुणठाणजीवेसु ॥ २३ ॥
અર્થ – તુરિબો વસંત) ચોથાથી અગિઆરમાં ગુણઠાણ સુધી ૧ વાં) ઉત્તમ એવું ( ૩ઘરમતમાં વે) ઉપશમસમકિત હોય. (નવમે રમે હરે ) નવમે, દશમે અને અગિઆરમે ઉપશાંતમહ ગુણઠાણે (નર/vi ) મનુષ્યને (૩વરમvi મ) ઉપશમચારિત્ર પણ હોય. (ત્તો ગુજરાણુ ) હવે ગુણ સ્થાનમાં રહેલા જીવને વિષે (સામે મળિો ) ક્ષાયિક ભાવના ભેદ કહું છું. ૨૩.
વિવેચન –પ્રથમનાં ત્રણ ગુણઠાણે પશમિક ભાવ ન હોય. ચોથા ગુણઠાણથી આઠમા ગુણઠાણ સુધીના પાંચ ગુણઠાણે પથમિક સમકિતરૂપ એક
પશમિક ભાવ હોય અને નવમા, દશમા તથા અગિઆરમાં એ ત્રણ ગુણઠાણે ઉપશમસમકિત અને ઉપશમચારિત્ર એ બે યશમિક ભાવ મનુષ્યને હાય. છેલ્લા ત્રણ ગુણઠાણે ઉપશમ ભાવ જ ન હોય.
હવે ગુણઠાણે ક્ષાયિક ભાવના ઉત્તરભેદ કહે છે –