________________
૧૧૪
પ્રકરણસંગ્રહ. मिच्छं अणाइनिहणं, अभवे भवे वि सिवगमाजुग्गे। सिवगमा अणाइसंतं, साईसंतं पि तं एवं ॥ ७३ ॥
અર્થ – અનાદિ અનંત ૧, અનાદિ સાંત ૨, સાદિ અનંત ૩ અને સાદિ સાંત ૪. એ ચાર ભેદમાં ( કમ ) અભવ્ય જીવને (અનિgi ) અનાદિ અનંત ભાંગે ( મિજી ) મિથ્યાત્વ હોય છે. તથા (મણે વિ) ભવ્યમાં પણ જે ( સિવામા ) મોક્ષ પામવાને અગ્ય હોય તેને પણ અનાદિ અનંત ભાંગે મિથ્યાત્વ હોય છે. આથી કરીને જાતિભવ્ય અને અભિવ્ય બનેને અનાદિ અનંત મિથ્યાત્વ સિદ્ધ થયું, એ પ્રથમ ભાંગે જાણ. તથા (શિવવામા) મોક્ષ પામવાને યેગ્ય એવા ભવ્ય જીવને ( અપાર્વત ) અનાદિ સાંત એટલે આદિ રહિત અને અંત સહિત મિથ્યાત્વ હોય છે. જેમકે કેઈક જીવ મરુદેવી માતાની જેમ સમકિત પામીને (વમ્યા સિવાય) તે ભવમાં જ મેક્ષે જાય, એ બીજો ભાંગે જાણ. ૨. તથા કેઈક જીવને ( સાત gિ ) સાદિ સાત મિથ્યાત્વ હોય છે. જેમકે કઈ જીવ શ્રી મહાવીરસ્વામી વિગેરેની જેમ સમતિ પામીને પછી ફરીથી મિથ્યાત્વ પામે છે અને ત્યારપછી ફરીને સમકિત પામી મેક્ષે જાય છે. ( તં ઘઉં ) એ ચોથે ભાગે જાણવો. ( સાદિ અનંત નામને ત્રીજો ભાગ મિથ્યાત્વના વિષયમાં હોતું નથી. ) ૭૩.
ત્રીજે સાદિ સાંત નામને ભાગે મિથ્યાત્વને વિષે કેટલા કાળ સુધી રહે છે ? તે કહે છે-- लहु अंतमुहू गुरुअं, देसूणमवढपुग्गलपरहें ।' सासाणं लहु समओ, आवलिछक्कं च उक्कोसं ॥ ७४ ॥
અર્થ--તે સાદિ સાત ભાગે મિથ્યાત્વ ( હૃદુ યંતy૬) જઘન્યથી અંતમુહૂર્ત સુધી રહે છે, ( ગુજં ) ઉત્કૃષ્ટથી (ફૂપમવઠ્ઠપુત્રપદું) દેશે ઊણું અર્ધપુદ્ગલપરાવર્ત સુધી રહે છે ૧. (રાતi) તથા સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક ( ટુ રમો ) જઘન્યથી એક સમય (૪) અને ( જોઉં ) ઉત્કૃષ્ટથી (ગાસ્ટિ) છ આવલિ સુધી રહે છે, તેથી વધારે રહેતું નથી ૨. ૭૪.
अजहन्नमणुक्कोसं, अंतमुहू मीसगं अह चउत्थं । समहिअतित्तीसयरे, उक्कोसं अंतमुहु लहुअं ॥ ७५ ॥ ૧ કેટલાક ભવ્ય જીવો એવા પણું છે કે જે નિગોદમાંથી નીકળવાના જ નથી તે જાતિભવ્ય કહેવાય છે.