________________
૧૩
વચ્ચે આ દષ્ટિએ વૈષમ્ય હેવું ન જોઈએ, પરંતુ બીજી દષ્ટિએ એ બે વચ્ચે ભેદ હોવો જોઈએ. કારણ આ આખું વિશ્વ ઈન્દ્રિયગોચર છે, અને જે કંઈ ઈન્દ્રિયનેચર હોય તેને આપણે વિશ્વમાં જ સમાવેશ થાય, અને આખું વિશ્વ પિતે કાર્યરૂ૫ છે, તથા કારણ અને કાર્ય ભિન્ન હોવાં જોઈએ તેથી વિશ્વનું કારણ જે “ અનંત ” છે. તે ઈન્દ્રિયગોચર હોઈ શકે નહિ. એનેકઝીમેન્ડરની વિચારપદ્ધતિ અનુસાર એટલું સાબિત થાય છે કે કારણ અને કાર્ય વચ્ચે અમુક અંશે સામ્ય અને અમુક અંશે વૈષમ્ય હોવું જોઈએ? “ અનંત ” ઇન્દ્રિયગમ્ય નથી તેથી આપણે એમ માનવાની જરૂર નથી કે એનેકઝીમેન્ડર કોઈ આધ્યાત્મિક તત્ત્વમાં માને છે કારણ “અનંતને પણ એ દ્રવ્ય જ ગણતો. દિફ અને કાળમાં પ્રસરેલા “અનંત” એવા દ્રવ્યને એ ઈશ્વર કહેતો !
આ ઉપરાંત એનેકઝીમેન્ડરે વિકાસવાદના સિદ્ધાંતનું પણ છેડે અંશે નિરૂપણ કરેલું–કે ભીંગડાવાળાં કઈ દરિયાઈ પ્રાણીમાંથી માનવનો વિકાસ થયો છે, પરંતુ આ દિશામાં એને ન્યાય આપે. એવો કેઈજ વિચારક સૈકાઓ સુધી એના પછી આવ્યો નહિ.
- ત્રીજો ગ્રીક ફિલસૂફ એનેકઝીમીનીઝએના પુરગામીના “અનંત” તરફના ઉડ્ડયનથી જાણે થાકી ગયું હોય એમ લાગે છે, કારણ “વાયુ”ને એ વિશ્વનું અંતિમ તત્વ માને છે, જો કે કેટલાએક વિદ્વાનોના મત અનુસાર આપણું હવા તે એનેકઝીમીનીઝને વાયુ નથી, પણ વિશ્વને ગતિ આપનાર તથા ધારણ કરનાર તત્ત્વ તે વાયુ છે.
વિકાસવાદના નિરૂપણ અનુસાર જેમ પ્રાણુઓને વિકાસ કંઈ એક સીધી લીટીમાં જ થયો નથી પરંતુ જીવનપ્રવાહે અનેક દિશામાં
૩. સરખાવો આપણે સાંખ્યને પુરુષ–પ્રકૃતિ સ્વરૂપને વિચાર. જો કે - સાંખ્યની વિચારભૂમિકા સાથે ગ્રીક ફિલસૂફીને જરા પણ સરખાવી શકાય નહિ.