________________
મુજબ કથા સાંભળવા આવી ગયા. જનક મહારાજ આજે કાંઈ કામસર રોકાવાથી વેળાસર આવી શક્યા નહિ, અને વ્યાસમુનિ તેમની રાહ જોઇ શાંત બેસી રહ્યા.
- થોડી વાર પછી બેઠેલા ઋષિઓને આ વાતથી બહુ લાગી આવ્યું અને તેમણે વ્યાસમુનિને પ્રાર્થના કરી કે મહારાજ ! કથા ચાલુ કરે. વ્યાસે કહ્યું; જનક મહારાજાને આવવા દે એટલે તરત જ કથા શરૂ કરીએ.
અષિઓ વ્યાસમુનિને તે વખતે તે કાંઈ કહી શક્યા નહિ; પરંતુ, તેના મનમાં તો એમ જ થયું કે વાહ રે વાહ! બસ જગત બધું આમ જ ચાલતું લાગે છે ! વ્યાસમુનિ જેવા સમર્થ યોગીશ્વર પણ શ્રીમં તેને માટે આટલા બધા પરાધીન! શું અમે બધા શ્રોતાઓ. નથી કે એક માત્ર જનકવિદેહીની વાટ જોઈ આખી કથા અટકી પડે !
વ્યાસજી ઋષિઓના આંતરિક ભાવને સમજી ગયા. અને તેથી ઋષિઓને ઠેકાણે લાવવાની તેમને ભાવના થઈ. પરંતુ થોડા વખત માટે તેણે મૌન સેવ્યું.
એટલામાં જ જનકવિદેહી આવી પહોંચ્યા. કથા શરૂ થઈ અને જ્યાં બરાબર રસ જાગે કે તરતજ બૂમ સંભળાઈ કે “અંતઃપુર બળે છે, દેડે ! દે !” સભામાં બેઠેલા ઋષિઓના મન ખળભળી ઊઠયા. કથામાંથી ચિત્ત ઊઠી ગયું. કઈ કહેવા લાગ્યા કે દરબારગઢમાં મારું તુંબડું પડયું છે. કેઈ કહે કે લગેટી પડી રહી છે. એ બધું બળી જશે. ! દોડો! સહુ એક પછી એક નાઠા, શ્રોતાથી ગીચ ભરેલું સ્થાન થોડી વારમાં સાવ શૂન્ય બની ગયું. ત્યાં છેવટે બેજ વ્યક્તિ રહેવા પામી તેમાં એક તો વ્યાસજી પોતે અને બીજા શ્રોતા જનક.
વ્યાસજીએ કહ્યું “મહારાજા! ઉપરાઉપર માણસે બૂમ પાડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com