________________
બીજી વાત કલ્પસૂત્ર સાંભળવા સંબંધીની છે. કલ્પસૂત્ર એટલે આચાર સંબંધીનું–સાધુઓના આચાર સંબંધીનું સૂત્ર. સાધુ સમાચારી એને મુખ્ય વિષય. પ્રથમ સંવત્સરીના દિવસે સાધુઓ કાઉસ્સગ કરી આ સમાચારીનું શ્રવણ કરતા. શ્રાવકેને સાંભળવાનું કાંઈ પ્રયોજન ન હતું. અને તેથી એ સાંભળવાની પ્રથા જ ન હતી. એ સમય ધર્મપ્રચારની હરિફાઈનો હતે. એક બાજુ બુદ્ધચરિત્ર પ્રિય થતું જતું હતું ને બીજી બાજુ ભાગવત પણ કપ્રિય થવા માંડયું હતું. તેના વાંચને લેકે સમક્ષ તથા રાજદરબારમાં થવા લાગ્યાં હતાં, આ સ્થિર્તિ જોઈ સમયને ઓળખનારા દીર્ધ દૃષ્ટિવાળા મહાપુરુષે કલ્પસૂત્રને જૈન મહાત્માઓના જીવનચરિત્રથી વિભૂષિત કર્યું અને એક આચાર્ય આનંદપુર નગરમાં ધ્રુવસેન રાજાના દરબારમાં પ્રથમ જ તેનું જાહેર વ્યાખ્યાન કર્યું. ત્યાર બાદ તે શ્રાવકો સમક્ષ વંચાવા લાગ્યું. એટલે શ્રાવકો સમક્ષ કલ્પસૂત્ર વાંચવું એ સમયધર્મને પ્રભાવ છે. જેઓ એમ કહે છે કે શ્રાવકોએ કલ્પસૂત્ર સાંભળવું જ જોઈએ. તેઓ અજાણપણે પણ સમયધર્મનું પાલન કરવાનું કહે છે તેને તેમને ખ્યાલ હશે ખરો?
એટલે કલ્પસૂત્ર સાંભળવું જોઈએ એ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત વીતરાગ શાસ્ત્રની પુરાપૂર્વની રીતિ નથી. એથી એ રિવાજમાં સમયોચિત ફેરફાર કરવામાં આવે તે કાંઈ જ અનુચિત નથી.
ત્રીજું સાધુઓના મુખેથી જ વ્યાખ્યાન સાંભળવું જોઈએ એ તે હાસ્યાસ્પદ દલીલ છે. વ્યાખ્યાન કરવાને ઈજારો કોઈ પણ એક વ્યક્તિને હેઈ શકે નહિં, જેણે કાંઈપણ જીવનના પ્રશ્નો સંબંધમાં વિચાર કર્યો હોય, જેને કાંઈ પણ સમાજની ઉન્નતિ અર્થે કહેવાનું હોય તે કહી શકે છે. કેવળ વેશ પરિવર્તનથી જ વ્યાખ્યાન કરવાની લાયકાત ઉત્પન્ન થાય છે એવું કાંઈ જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com