________________
અવ્યક્ત સ્થાનમાં ચાલ્યા ગયા છે. આવી રીતે મારા કોઈ ઉપાય ન રહેતાં હું આ કાર્ય કરવા પ્રેરાયો છું. મને મરવા દે. શા માટે રિકી રહ્યા છે?”
કેશલનરેશે કહ્યુંઃ ભાઈ ! તારે પૈસાની જ જરૂર છે ને ? અને જે તેમજ હેય તે હું કહુ તેમ કર. મારા હાથપગ બાંધી મને અહીંથી કેશલદેશમાં લઈ જઈ કાશીનરેશને સેંપી દે. આ પ્રમાણે કરવાથી તને દ્રવ્ય મળશે અને તારું ઈચ્છિત પૂર્ણ થશે. પેલા માણસે બહુ બહુ તેમ કરવા માટે આનાકાની કરી; પરંતુ તેને કેશલરાજે સમજાવીને કબૂલ કરાવ્યું કે તું તેમ કર. તે બિચારાને ખબર પણ ન હતી કે આ પિતે કેશલનરેશ છે.
કેશલનરેશને માત્ર એકજ ભાવના હતી કે મારા પ્રાણત્યાગથી પણ એક મનુષ્ય જીવન પામતે હેય તે હું ભેગ શા માટે ન આપી શકું? કેટલી બધી અસામાન્ય ગ્યતા ! આવા મુમુક્ષુ પુરુષોને પરાર્થે આત્મભેગ કયાં અને આજની પરિસ્થિતિ ક્યાં!
આજે તે સદ્દકાર્ય અર્થે લક્ષ્મી વાપરવાની હોય તે પણ હજાર ગળણે ગળવા માંડે અને તેવી વાત પણ દુઃખદ લાગે. કારણ કે જીવનને સુંદર બનાવવાની લેશ માત્ર ઈચ્છા જ નથી. બહારથી સુંદર બનાવવાનો ડોળ તો ખૂબ જ દેખાય; પણ જ્યાં પરોપકારની વાત આવે ત્યાં તે એમજ કહીને ઊભા રહે કે “બાપજી! ફરસદ નથી. ગજુ નથી. વખત ફરી ગયું છેમાફ કરે.” શું શક્તિ નથી ? શક્તિ તે છે. ઘણી બધી છે. પણ પરને પીડવા માટે છે. સામને ઘણું છે. ફુરસદ પણ છે; પણ તે બધું આત્માને ડુબાડવા એકત્ર જગતને છેતરવા. સાથે મનુષ્ય માત્ર પ્રપંચમાં બીજાનું અનુકરણ કરતો હોય છે.
૬ જગત તેમજ ચાલે છે. કંઈ કાવા દાવા કર્યા વગર ચાલી વાકે સે આ મનાભાવના હોય ત્યાં ભેગ દેવાની વાત જ શી ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com