________________
૧૦૬ છે. તું શોધે છે તે તે તારી પાસે છે! ક્યાં દોડે છે? એ તે મૃગજળ છે, જરા થોભ, આવા આવા અમૂલાં સૂત્રોનાં વનિઓ તેમાં ગૂંછ રહ્યા હતા. પરંતુ તે વિભ! મારા કાન ત્યાં સાવ બધિર થઈ ગયા હતા. તેથી હું તે સૂ ન સાંભળી શકો. કેવાં એ અમી ઝરાં સબોધનાં વચને વહેતાં હતાં. હે પ્રભો ! જેમાં મારા કલ્યાણને સંકેત હતો એ અમરત્વ પમાડનાર, નવચેતન પ્રગટાવનાર તે દિવ્ય ધ્વનિ કદિ ન સંભળાયો. કદાચ અવ્યક્ત રીતે સંભળાયો હશે. તથાપિ મારા કુટિલ હદયમાં તેને કદિએ ધારણ ન જ કરી શકો. રે કેવી અજ્ઞાનતા !
ભજવા તણું ઉત્તમ સમય તમને ન નાથ ભજી શ; પ્રભુ આપના સંકેતને હું મૂઢ ના સમજી શકે
હે સર્વજ્ઞ! જ્યારે તારી ભક્તિને ખરેખર સમય હતો ત્યારે લક્ષ્મી અને લલનાની જ સેવા કરી, મેહને પાશમાં જકડાઈ રહ્યો. યુવાનીનું ઓજસ વેડફી નાંખ્યું. ન કદિ મનુષ્યોની સેવા અને પરેપકાર કરી શકો કે ન તારું અન્ય પ્રકારે ભજન કરી શકો.
જ્યારે સંકટ આવ્યાં અને વ્યાધિઓ વરસી ત્યારે હાયવોય કરી. પરંતુ એમાં પણ કંઈ કુદરતને સંકેત છે. એમાં પણ તારી કરુણા છે તે હું છેવટ સુધી ન જ સમજ્યો, કેવી એ અતિ મૂઢતા !
તારા થવાની અભયમંગલ મેજ ના માણી શકો તારા ભજનને અતુલ મહિમા જરૂર નવ જાણી શકો
હે પ્રભો! કેટલી મંગલાજ કેવો અપૂર્વ આનંદ ! પરંતુ હું તો આ મારું, આ મેં કર્યું, તે પણ મેં કર્યું, એવી પ્રત્યેક ક્રિયાઓમાં મમત્વ અને અહંકારનું પૂછડું પકડી રાખીને ફર્યા કર્યો અને તે અપૂર્વ આનંદને હાથે કરી ખોઈ બેઠે. હે નાથ ! આપના ભાજનને અનુપમ મહિમા ખરેખર હું જાણી જ ન શકો. કેવી એ દર્દ ભરી દશા !
તારા ચરણના શરણુ રૂપે, મૂઢ હું ન મળી શકો વાર્યા છતાંપણ વિષમ સ્થળથી નાથ હું ન વળી શકો
હે શરણાગત વત્સલ ! હું તારા પવિત્ર ચરણેને ન ભેટી શકયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com