________________
૧૦૭
તારા પાદપંકજે પડી તારે શરણાગત ન થઈ શકો. અને હું માર્ગદર્શક મહા પ્રભે! વિષય, કષાય અને પ્રમાદ જેવા વિષમ સ્થળેથી પાછો વારવા છતાં પણ કદાગ્રહની જવંત પ્રતિમા સો હું ન જ વળ્યો. એ નરકાગારમાં જ નિમગ્ન રહ્યો. પામ્યો અમૂલાં સાધને નહિ સદુપયોગ કરી શકો નહિ ભક્તિના સ્વાદિષ્ટ રસને સંતશિષ્ય ભરી શકો.
હે દીનદયાળ! સર્વોત્તમ માનવદેહ, ઉચ્ચ આર્યભૂમિ, સુંદર માનસશક્તિ, સમૃદ્ધિ, સત્તા, બલ તથા અદ્વિતીય સામગ્રીઓ પામવા છતાં હું તેને સદુપયોગ ન કરી શકો. સત્તાથી કૈકને પજવ્યા. બળથી કૈક ને સંહાર્યા. સમૃદ્ધિથી કેકને કચડી નાખ્યા. અને ઇકિયાદિ સામગ્રીઓથી વિષરસના ઘૂંટડા પીધા કર્યા. પણ હે સુધા સાગર ! તારી સેવાના સ્વાદિષ્ટ રસના વહેતા સરોવરમાંથી એક ઘૂંટડાને લઈને પણ મારા ઘટડામાં તે અમૃતને ન ભરી શક્યો. એ કે પ્રમાદ! સભા આજે તને સમીપમાં જોયા પછી હવે તો મારા ભવની ભાવટ ભાંગી ગઈ. હે દેવ! આ ક્ષણે કેવી મધુર, મંજુલ અને મનોરમ્ય છે !
પરમાત્માનું સ્મરણ કે ભજન રૂ૫ રસાયણનું પાન કરવાની સાથે આપણે કેવા પોનું પાલન કરવું જોઈએ ? તે પ્રશ્ના સમાધાનમાં હું તમને એક પલ સંભળાવું. પ્રભુનું નામ રસાયણ સેવે, પણ જે પથ્ય પળાય નહિ; તે તેનું ફળ લેશ ન પામે, ભવ રોગ કદિ જાય નહિ.
પરમાત્માનું નામ એક પ્રકારનું રસાયણ છે. રસાયણનું સેવન કરનારાએ પથ પાળવું જ જોઈએ. તે સાવ સ્પષ્ટ વસ્તુ છે. ઔષધ ગમે તેવું ઉચ્ચકોટિનું અને અસરકારક હોય પરંતુ જે તેની પરેજ ન પળાય તે લેશ માત્ર ફાયદો ન થાય. તે જ પ્રમાણે પરમાત્માનું નામ લીધા કરીએ પરંતુ તેના પ ન પાળીએ તો આ સંસારરૂપી રોગ કદિ નાબૂદ થઈ શકે નહિ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com