________________
૧૦૫
-વતા જાય. સાથે સાથે સમજણ વિના શાસ્ત્રોની ગોખણપટી કરવાની પદ્ધતિથી તેમજ સમજણ વિનાની થતી તપશ્ચર્યાથી આત્મજ્ઞાન મેળવવાને બદલે આપણે કેટલેક અંશે મિથ્યાજ્ઞાનમાં અથડાતા હોઈએ છીએ તેની વિવિધ દૃષ્ટિએ થતી ચર્ચા સાંભળી શ્રોતાજને મુગ્ધ બનતા. આગળ વધતા મહારાજશ્રીએ જણાવ્યું. સંપાદક. ]
ધારો કે એક સુધન્ય સમયે અખિલ વિશ્વના વિભુવરના દર્શન અર્થે તમે જાગ્યા. આવે વખતે તમોને પૂર્વની ભૂલે પરત્વે કેટલો પશ્ચાત્તાપ થવાને ! અને કેવા ભા કુરવાના ! અંતરથી જાગ્રત થયેલા એક મુમુક્ષુએ પિતાના ઉદ્દગારમાં અહીં તેવું જ વર્ણન કર્યું છે કે
સમીપે છતાં તમને તિમિરથી હું નહિ નીરખી શો! હું પતિતપાવન પૂરણ પ્રેમ સ્વરૂપ ના પરખી શક્યો
હે નાથ ! આજ સુધી હું તમોને દૂરને દૂર શેધી રહ્યો હતો. પત્થરે-પત્થરે અને ગિરિ કંદરાઓની ટુક ટુકે ફરી વળ્યા. જલમાં,
સ્થલમાં, મંદિરમાં, ખંડેરમાં, મૂર્તિમાં અને એમ ચોમેર એક તારા દર્શન કાજે દેડી દેડી તને શોધવા માટે અનેક જન્મ સુધી અનંત કાળ ગુમાવ્યો, પરંતુ તું તો પાસે જ હતો. પાસે હોવા છતાં આ વાસના અને માયાની જાળથી વિંટળાયેલ અને અજ્ઞાનના ઘનઘોર અંધારાથી ઘેરાયેલે હું આપને ન જોઈ શકશે. રે કેવી મૂર્ખતા !
હે પતિતાના પાવનહાર! અને પ્રેમપીયુષના પાધિ! આપના આ અપાર પ્રેમ પ્રવાહના સ્વરૂપની પારખ હું દંભી આજ લગી ન જ કરી શકો. કેવી બાલીશતા ! તુજ અમી ભર્યા સૂત્રે અમૂલાં હું ને શ્રવણ કરી શકો! હું હદયમાં સંજીવની તારી ધ્વનિ ન ધરી શક્યો
હે વિશ્વેશ! આ આખા વિશ્વની વિવિધ વસ્તુઓ ક્ષણે ક્ષણે નષ્ટ થતાં થતાં બોધ આપી રહી હતી. વિદ્યાબિતિબંક્તિ વરાજ તું જેમાં રાચી રહ્યો છે, જેની પાછળ દોડી રહ્યો
છે, રે! તરફડી રહ્યો છે તે બધું ક્ષણિક છે નશ્વર છે અશાશ્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com