________________
૧૦૩
હે તે પ્રકારના પરમાણુઓ તમારી સમીપમાં આકર્ષાય છે. તમે હસો તે હસવાના પગલે તમારા તરફ આવે છે ને રડે તે રડવાના પરમાણુઓ તમારી પાસે આવે છે. તેવી જ રીતે જ્યારે ભકિતના આંદલને તમે ફેલાવતા હે ત્યારે (ભકતોના મનમાંથી ભકિત કરતાં નીકળેલા) ભક્તિના પરમાણુઓ ગમે તેટલા દૂર હોય તે પણ ખેંચાઈ તમારી પાસે આવે છે.
કઈ કઈ પવિત્ર તીર્થના સ્થાનમાં જઈએ છીએ ત્યારે આપણે કઈ અનુપમ શાંતિ અનુભવીએ છીએ તેનું શું કારણ? વસ્તુ એમ છે કે આવા એકાંતના સ્થળામાં કોઈ મહાપુરુષોએ 'આત્મધ્યાન ધરતાં તે પ્રકારનાં પુદગલો પ્રસરાવ્યાં હોય છે. તે પગલે ત્યાં વાતાવરણમાં ગૂંજી રહ્યાં હોય છે. જેવા મક્કમ મનથી તે પુદગલ પ્રસર્યા હોય છે તેવા મક્કમપણે તે ટકી રહે છે અને આપણે તે વાતાવરણમાં જઈએ છીએ એટલે તે પવિત્ર મને દ્રવ્યથી ચિત્તની શાંતિ અનુભવીએ છીએ. - ચાંદા માવના થરા જિર્મવતિ તાદશી-જેવા ભાવથી તમે ધ્યાન ધરા-પ્રાર્થના કરે તેવી સિદ્ધિ થાય છે. જ્યારે તમે બીજાનું બૂરું ઈચ્છતા હો ત્યારે બુરાઈના પરમાણુઓજ તમારી તરફ આકર્ષાય છે. માટે તમારા વિચારનાં દેલને ફેલાવતી વખતે બહુ જ સાવધ બને.
ઘણું જેને માને છે કે ભગવાન સિદ્ધશિલામાં બિરાજે છે એટલે તે આપણું કંઈપણ ભલું ન કરી શકે. આમ માનવા છતાં ય લોકો તેનું ભજન તો કરે છે તેનું શું કારણ? અલબત્ત, ભગવાન ભલું કે બૂરું કરે નહિ, જે કંઈ કરે તે આપણે આત્મા જ કરે છે. પરંતુ તમે જે આત્મિક ગુણ પ્રગટાવવા માગે છે તે ઈશ્વરમાં છે, અને તે તમારામાં પણ છે. એનામાં એ આવિર્ભાવે છે; તમારામાં તે તિરાભાવે છુપાયેલા છે. તમે તેને જોઈ શકતા નથી, પરંતુ તમે
જ્યારે પ્રભુ પાસે માગે છે, પ્રાર્થના કરે છે ત્યારે તમારામાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com