________________
૧૧૧
ગામડામાં કાયમને માટે રહેનાર તે કઈ નીકળ્યું જ નહિ. એક જણે તે એક કહેવત ટાંકી કહ્યું, “આવી પડે કેર, તે ય છોડાય નહિ શહેર” (ચેન પડ્યા તી, તો જે વાદ) આ જ નિષાથી લોકો શહેર તરફ દેડતાં આવ્યા છે. શહેરોએ ગામડાની ચૂંસણું શરૂ કરી. ગામડાનું ધન શહેરમાં જવા લાગ્યું. ધન પાછળ પુરુષાર્થી, પરાક્રમી ધનલેલુપ સંખ્યાબંધ લેકે શહેર તરફ દોડ્યા. અને આવી રીતે ગામડાઓની બેવડી ચૂસણ ચાલી. ગામડાનું અનાજ, ગામડાનાં ફળફૂલ, પશુપક્ષી બધું જ શહેરની સેવામાં ચાલ્યું. કાર્યકુશળ બાહોશ લેકે પણ શહેરને રસ્તે પડ્યા. એને કરીયર કહેવા લાગ્યા.
કદી ન જોયેલી એવી જાહેરજલાલી શહેરેએ ખીલવી બતાવી. જૂના વખતમાં ઘણાખરા ઉદ્યોગ ધંધાઓ અને કારીગરીનાં કામે ગામડામાં જ ચાલતા. તેને બદલે શહેરેએ મેટા મોટા કારખાનાઓ ઊભાં કર્યાં. તેલ, વરાળ અને વિજળીની મદદથી એ કારખાનાઓએ આખી દુનિઆને માલ પૂરો પાડવાનું માથે લીધું. ગામડાઓ જે પહેલાં કાચા માલમાંથી પાકે માલ તૈયાર કરતા તે શહેરમાં બનેલા અથવા પરદેશથી આવેલા પાકા માલના કેવળ ઘરાક બનવા લાગ્યા. ધન પેદા કરવાને બદલે ધન ખર્ચી નાંખવાની કળા ગામડાઓએ ખીલવી અને માન્યું કે આ રીતે ગામડાઓ સંસ્કારી થશે. એક પછી એક બધા જ ઉદ્યોગસરે ગામડામાંથી ખસી જવા લાગ્યા છે અને વિલાયત કે જાપાનથી આવતી સારીનરસી વસ્તુઓ ગામડાનું ધન હરણ કરવા લાગી છે. ઉદ્યોગ હુન્નરને અભાવે માણસ ગરીબ થાય છે એટલું જ નહિ પણ પશુ જે અસંસ્કારી થઈ જાય છે. માણસની માણસાઈમાં બે જ વસ્તુ પ્રધાન છે. ત્યાગશક્તિ અને સૂઝશક્તિ. જ્યાં ઉદ્યોગ હુન્નર છે ત્યાં જ એ સૂઝશક્તિ ખીલી શકે. અનહદ ગરીબાઈ સાથે ત્યાગશક્તિ પણ ઘટતી જાય છે. આવી રીતે ગામડાઓ બને રીતે માણસાઇ ખાવા લાગ્યા છે. આમ જ જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com