________________
૧૦૯ આપણને જે કંઈ સાધને મળ્યાં છે તેને ઉપયોગ સ્વાર્થમાં તે જરૂર આપણે કરતા હોઈએ છીએ. પરંતુ તે બધાને પરમાર્થ માર્ગે વાળવાં જોઈએ. સ્વાર્થના કામમાં પણ કદિ અધર્મને તે અદરાય જ નહિ.
જનસેવા તે પ્રભુની સેવા એહ સમજ વિસરાય નહિ; ઊંચનીચના ભેદ પ્રભુના મારગડામાં થાય નહિ.
ઘણુ વખત આપણું સેવા કરવાની વૃત્તિ તે હેય જ છે, કાઈનું દુઃખ દેખી આપણે કંપી પણ જઈએ છીએ. પરંતુ મનુષ્ય માત્રમાં પરમાત્માને અંશ છે. એ બધાં પરમાત્માનાં બાળકે છે. એવી સમજપૂર્વક તે સેવા હેતી નથી. જ્યારે તે ભાવ આવે છે ત્યારે સેવાનું આખું સ્વરૂપ જ બદલી જાય છે. અને એટલે પ્રભુ પ્રત્યે પ્રેમ હોય છે તેટલું જ મનુષ્યજાતિ અને જીવમાત્ર પર પણ જાગે છે. આ સેવાથી જ સાચી અને નિસ્વાર્થ સેવા સધાય છે. આ ઊંચ અને આ નીચ એવા પ્રકારની મનોવૃત્તિ માનવ માત્રમાં વ્યાપક હોય છે. પહેલાં તે જ્ઞાતિભેદ, કુળભેદ, ગોત્રભેદ એવા ભેદ હોય છે પછી તે ધમભેદ, સંપ્રદાયભેદ, વાડાભેદ અને એવી ભેદની દિવાલે વધતી જાય છે. આ ભાવ વધી વધી છેવટ એવા રૂપે પરિણામે છે કે મનુષ્ય પછી એ, સૂકો ખખ થઈ જાય છે. પ્રેમામૃત સાવ સુકાઈ જાય છે. આ ભેદ પ્રભુમાર્ગમાં જનારને માટે જરાપણું ઉચિત નથી.
છેવટમાં એટલું જ કહેવાનું કે જે માણસ પોના પાલન સાથે શુદ્ધ મનથી સ્તુતિમાં એકાકાર થાય તો જરૂર તેને પ્રત્યેક કાર્યમાંઆધ્યાત્મિક મનને પ્રવાહ એટલે આત્માનો અવાજ સંભળાય. શ્રદ્ધા અને ભાવનાપૂર્વક અમારી આ દવા–ધૂન, સ્તુતિ અને પર્થ તમે વાપરે
તો જરૂર ફાયદો થાય તે નિશંક છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com