________________
૧૧ર
ચાલવા દઈશું તે કરોડોની જનતામાં માણસાઈ ખૂટી જઇ ભારે જોખમકારક સ્થિતિ પેદા થશે. એ સ્થિતિ શાપરૂપ જ ગણાવી જોઈએ. એમાંથી બચી જવું હોય તે અત્યારથી જ આપણે પ્રાયશ્ચિત્તની શરૂઆત કરવી જોઈએ.
ધારો કે કઈ આપખુદ સુલતાને ફરમાન કાર્યું કે ગામડાની. વસ્તુઓ શહેરમાં આવે નહિ અને શહેરની વસ્તુઓ ગામડામાં જાય નહિ, તે ગામડાઓને ઘણી મુશ્કેલીઓમાં રહેવું પડશે; પણ શહેરોને તે એ સ્થિતિમાં જીવવું જ અશક્ય થઈ પડે. આવી સ્થિતિ હેવાથી ગામડાઓને હાથ ઉપર હું જોઈએ, શહેરને નીચે. પણ ગામડાના માલને બજાર ભાવ નક્કી કરવામાં શહેર જબદસ્ત હોય છે. બિચારાં ગામડાઓ જેરદસ્ત થઈ ગયાં છે. આ સ્થિતિ બદલાવી જોઈએ.
આજના જમાનામાં જે જગવ્યાપી મેટા કે માણસ જાતને પીડી : રહ્યા છે તેમને આ સૌથી મટે છે. અન્યાયનું ભીષણસ્વરૂપ જોયા પછી ગભરાઈ કે દબાઈ ન રહેતાં અથવા નિરાશ ન થતાં ઉત્સાહભેર એની સામે ઝૂઝવા તૈયાર થવું જોઈએ. યુવાન શું અને વૃદ્ધ શું, પુરૂષ શું અને સ્ત્રી શું, બ્રાહ્મણ શું અને હરિજન શું, દરેકને એમજ થવું જોઇએ કે બાકી બધી ગફલત ભલે થાઓ; પણ આ યુગધર્મમાં ચૂકીએ નહિ; કેમકે આપણું જમાનાની કમેટી આપણે સ્ત્રીઓ પ્રત્યે કેવી રીતે વત્ય, હરિજને પ્રત્યે કેવી રીતે વર્યા અને ગામડાઓ પ્રત્યે કેવી રીતે વર્યા એ ઉપર જ થવાની છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com