Book Title: Paryushan Parv Vyakhyanmala
Author(s): Jainatva Vicharak Mandal
Publisher: Jainatva Vicharak Mandal

View full book text
Previous | Next

Page 114
________________ દયાળુ ગવૈયાએ આ દશ્ય જોયું અને તેના હદયમાં અનુકંપાની લાગણી ઉભરાઈ આવી. તેનું દુઃખ દૂર કરવા તે તરતજ તેની પાસેથી સારંગી લઈને બેસી ગયા અને સુંદર સ્વરથી ગાવા માંડયું. મધુર સંગીતથી આકર્ષાઈ ઘણુ મનુષ્ય ભેગા થયા અને ધનની વૃષ્ટિ થવા લાગી. અંતે તે સંગીતશાસ્ત્રી ત્યાં પડેલા બધા ધનને તે અંધભિક્ષુકને આપી પિતાના માર્ગે રવાના થયો. આ દૃષ્ટાંત સાચી અર્પણતા અને ઉદારતાને બેધ કરે છે. હવે સરખાવે આજના જીવન સાથે. આજે તે ઉદર ભરવા નિમિત્તે સૌ, ભલું જીવન વીતાવે છે. લક્ષ્મી મળી, પિટ ભરાયું, કુટુંબને પિગ્યું એટલે ભાગ્યશાળી થયાં અને જીવનનું ધ્યેય સફળ થયું. બસ એમજને ? હદયમાં કયાં છે પ્રેમ, સેવા ને ભક્તિનાં પૂર! મહાપુરુષે જીવનની સફળતા તેમજ બતાવે છે. સાચું જીવન જીવવા માટે સતત વિચાર કરવો જોઈએ કે આજે હું જે કરી રહ્યો છું તેનું પરિણામ શું? અને જવાબ શૂન્ય આવે તે જીવનનું સુકાન ફેરવી નાખવું જોઈએ. જ્યારે અંતઃકરણમાં આવું ઘડતર ઘડાશે ત્યારેજ જીવનની સફળતા સધાશે # શાંતિ: Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130