________________
૫૧ રાખવાને ગેપાલનને ધર્મ પ્રસર્યો. ગાયને મારી શકાય જ નહિ. તેને ઘાસ ખવાડવાથી પુણ્ય થાય, અમુક તિથિએ તેનું પૂજન કરીને તેને અન્ન ખવાડવું, સવત્સી ગાયનું સુપાત્રને દાન દેવાથી પાપને નાશ થાય અને એ બધે દાનમહિમા જનસમાજની સાહેતુપૂર્વકની આવશ્યક્તાને આધારે જ ગવાય છે.
આ દાખલા ઉપરથી હમજી શકાશે કે ઉપયોગિતાની દૃષ્ટિ પ્રધાન હોય છે, પરંતુ ઉપયોગિતા અને નિરૂપયોગિતા નક્કી કરવી એ બુદ્ધિને વિષય છે, અને સૌની બુદ્ધિ કાંઈ સરખી હોતી નથી, એક માણસ જે દાનને ઉપયોગી માને તેને બીજે નિરૂપયોગી માને; આ કારણથી મહાપુરૂષોએ ઉપગિતાવાળાં દાનના પ્રકારે પાડ્યા છે. તેની વ્યાખ્યાઓ બાંધી છે અને તેવા દાનને ધર્મોની છાયામાં સમેટી લીધાં છે. ઉપયોગિતાની દૃષ્ટિએ જ અર્થશાસ્ત્રના સિદ્ધાંત હંમેશાં અચળ હોતા નથી. તેમજ દેશ દેશ પરત્વે હિતકારક સિદ્ધાન્તો પણ જૂદા જૂદા હેય છે. આ કારણથી એકવાર જે દાન આધ્યાત્મિક અને પુણ્યકારક મનાતું, તે દાન આજે તેવું ન લાગે એ જેમ સ્વાભાવિક છે તેમ આજે જે દાન કરવા આવશ્યક ઉપયોગી અને હિતકારક હેય, તે દાને પૂર્વે કોઈ એ ન સૂચવ્યાં હોય પણ સ્વાભાવિક છે. દાન પ્રણાલીને વિકાસ અને હાસ થતો ગયો તેમ દાને જુદા જૂદા રૂપ લીધાં છે એ પણ ધ્યાનમાં લેવા જોગ છે,
બ્રાહ્મણે ઋષિઓ અને સાધુઓને દાન આપવાને મહિમા ખૂબ ગવાય છે, કારણ કે તેઓ પણ સમાજ હિતને માટે આવશ્યક છે. સંસ્કૃતિનું રક્ષણ કર્યા વિના સમાજમાં એકલોહિયાપણું જળવાતું નથી, એટલે ખેતી કે વેપાર કરીને ઉદરનિર્વાહ કરવાની ભાંજગડમાં નહિ પડવા દેતાં માત્ર સમાજની નીતિ સંસ્કૃતિના સંરક્ષણના કાર્ય માટે બ્રાહ્મણ, રષિઓ, સાધુઓને સમાજે દાન આપવું અને બદલામાં તેઓ જનતાને ઉપદેશ આપે, કેળવે, સ્વધર્મમાં દઢ કરે. નીતિમાર્ગે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com