________________
જરૂરીઆત વધારે હોય તેને મદદ દાખલ જે આપવું તેનું નામ દાન એમ આપણે માન્યું છે. દાનની પાછળ વ્યાવહારિક ફરજની વૃત્તિ નહિ, બદલાની આશા નહિ, પરંતુ કાંઈક સહાનુભૂતિની, આધ્યાત્મિક સંતોષની અને ત્યાગની વૃત્તિ રહેલી છે.
આપણા દેશમાં પ્રાચીનકાળથી દાનને ધર્મના એક અંગ તરીકે ગણેલું છે. એજ દષ્ટિથી તીર્થનાં સ્થળોએ, ધર્મમંદિર, દેરાસરે વગેરે સંસ્થાઓ સાથે દાનને અવકાશ મળે, દાન આપવાનો પ્રસંગ મળે, પિતાના આત્માના પુણ્યાર્થે કરેલી ધાર્મિક ક્રિયાઓ સાથે દાન કરવાની પણ અનુકૂળતા મળે, એવી જનાની સંસ્થાઓ રાખવામાં આવેલી હોય છે. સદાવ્રતનું, ખાતું, ગોરક્ષા, સાધુસંતોના પિષણની સંસ્થા, પાઠશાળા, ધર્મશાળા વગેરેના નિભાવની યેજના આવી ધર્મસંસ્થાઓ સાથે સાથે જ જવામાં આવેલી હોય છે. મંદિરમાં મૂર્તિ સમક્ષ જે ધરાવવામાં આવે છે તે દાન નથી ગણાતું. આ યોજનામાં પણ ઉપર બતાવેલ હેતુ ધ્યાનમાં રાખેલો જણાય છે.
પરતુ, આ બધી જવા છતાં દાનને હેતુ, શુદ્ધ સાત્વિક આધ્યાત્મિક હેતુ, આજ ઘણે મોટે ભાગે નષ્ટ થયેલે જણાય છે. ધર્મસંસ્થાઓ સાથે યોજેલી ઉપર જણાવેલી દાન માટેની સંસ્થાઓને ગેરવહિવટ થાય છે, દુરુપયોગ થાય છે, આલસ્ય અને દુરાચારને પિષક બને છે, તેની પાછળ જાહેરાત અને કીતિને લોભ હોય છે, આગળ ઉપર લાભ થવાની સ્વાર્થી ઈચ્છા હોય છે વગેરે અનેક રીતે કલુષિત માનસ આજની દાનની પ્રવૃત્તિમાં જોવામાં આવે છે.
વ્યક્તિગત દાનની અને દાનની સંસ્થાઓની સમાજમાં આવશ્યક્તા જ્યાં સુધી સમાજની આપણું હાલની ચાલુ ધ્યવસ્થા રહે ત્યાં સુધી જ જરૂરની છે એ સહજ સમજાય તેવું છે. સમાજવાદીએને અગર સામ્યવાદીઓને મત જ્યારે અને જ્યાં સંપૂર્ણપણે પ્રવર્તશે ત્યારે અશક્ત, વૃદ્ધ, બાળકો, રોગી, સન્યાસી વગેરે અનેક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com