________________
થવાથી આપણે આત્મિક શ્રેય માટે વિચાર કે ચિંતન કરવાની શક્તિ કેળવી શકીએ છીએ. કોઈપણુ તપશ્ચર્યાથી દેહદમન સાથે સાથે આપણી ભાવનાઓને પણ ઉચ્ચ આપણે સ્થિતિએ પહોંચાડે તેવી રીતે વિકસાવવી જોઈએ.
વૃત્તિ સંક્ષેપ-બાહ્ય તપમાં વૃત્તિ સંક્ષેપનું ચોથું સ્થાન છે. વૃત્તિસંક્ષેપ એટલે જેમ બને તેમ જીવનની જરૂરિયાત ઘટાડવી. વૃત્તિને કાબૂમાં રાખી બિન જરૂરી વસ્તુનો ઉપભોગ બંધ કરે અર્થાત જરૂરી વસ્તુનો પિતા માટે ઉપયોગ કરી વધારાની વસ્તુને પરહિત માટે ઉપયોગ કરે જોઈએ. આ કાળમાં આ વ્રતની ખાસ આવશ્યકતા છે. આપણું મોજશોખ અને પરચુરણ ખર્ચ એટલા તો વધી પડયા છે કે શક્તિ ન હોવા છતાં આબરૂની ખાતર લેકે ગજા ઉપરાંત બોજો રાખે છે. પરિણામે વિપત્તિઓ આવી પડે છે અને કુટુંબ સમાજ અને દેશ કંગાલ બનતો જાય છે.
દેશમાં અત્યારે જાપાનની મેહક અને વિવિધ પ્રકારની એટલી સરતી ચીજો આવે છે કે તે ખરીદવા મનુષ્ય લલચાય છે અને તેની પાછળ લાખો રૂપિયાને ધુમાડો કરી નાખે છે. જાપાન વગેરે વિદેશના લેકે આપણી હાજતોને ખૂબ અભ્યાસ કરે છે અને હમેશાં નવી નવી “ફેન્સી ડીઝાઈને” કાઢે છે, અને ભરમાવે છે. અનેક સ્ત્રીઓ પુષ્કળ કપડાં હોવા છતાં આવું નવું નવું જોઈ નવીન વચ્ચે ખડકયેજ જાય છે. ગરીબ પણું શ્રીમતિના ચાળે ચડી ખોટા ખર્ચ વધારી મૂકે છે અને બેકારીના બેજાથી પાયમાલ થઈ જાય છે.
ગાંધીજી આજ વસ્તુને સુંદર રીતે સમજાવી રહ્યાં છે. આ તપનું જ ઉચ્ચ પ્રકારે સેવન કરી તેમણે આખી સંસ્કૃતિ ફેરવી નાખી છે. માત્ર સાદામાં સાદા ખેરાક અને એક કે બે વસ્ત્રથી ચલાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com