________________
સર્વોત્કૃષ્ટ જીવન છે. ઉત્ક્રાંતિના નિયમ પ્રમાણે આવી સ્થિતિ ભાગ્યે જ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે – “ઘણા પુણ્ય સંચયથી આ દેહ રૂપી નૌકા મળી છે. આવી નૌકા મળ્યા પછી પણ જે સંસાર સાગર તરવાને પ્રયત્ન ન થાય તે મળેલાં સાધને શા ખપનાં?” આ મનુષ્ય જન્મ પામ્યા પછી ઘણી વખત ડાહ્યા ગણાતા મનુષ્ય પણ માયાના આવરણથી ખરી વસ્તુને છેક જ વીસરી જાય છે. અર્થાત કે જીવન ધ્યેય ભૂલી જાય છે. જીવન સાફલ્યનો રાજમાર્ગ
જીવનની સફળતા ઇચ્છનાર મનુષ્ય પહેલાં તે પેટ સાફ કરવું જોઈએ. પેટ એટલે અંતઃકરણ. જ્યાં સુધી અંતઃકરણની શુદ્ધિ ન થાય ત્યાં સુધી કરેલી ધાર્મિક ક્રિયાઓ પણ સફળ બની શકતી નથી. ચિત્ત વિશુદ્ધિની ભૂમિકા માટે અન્યાય, દગા, વિશ્વાસઘાત અને એવા હલકા, નીતિ વિરુદ્ધ કાર્યોને છોડી દેવા જોઈએ. પિતાના ક્ષણિક સુખ માટે અન્યને દુઃખ આપવું ન ઘટે. પિતાના સ્વાર્થને જાતે કરીને પણ અન્યને સુખ આપવું જોઈએ. આવી સ્થિતિને જૈન શાસ્ત્ર દષ્ટિ માગનુસારી માને છે. માર્ગાનુસારી એટલે સત્યને માર્ગે જવાને લાયક. પરંતુ એ ભૂમિકા ઉપર જવા પહેલાં અનેક પાશવ ભૂમિકાઓ ઉલ્લંધન કરવી પડે છે. ત્યારપછી આજ ભૂમિકા ક્રમવાર પ્રાપ્ત કરે છે. જેવી કે મિત્રા, તારા, બલા, દીસા વગેરે. આ બધી ભૂમિકાઓ ઉત્તરોત્તર ઉચ્ચ ગુણવાળી હોય છે. પરંતુ સામાન્ય રીતે તે બીજા જીવોની માફક મનુષ્ય પોતે પણ એવદૃષ્ટિમાં હેય છે.
ઓઘદૃષ્ટિ એટલે અંધ પરંપરા અથવા રૂઢિ. આવી દષ્ટિમાં રહેલો મનુષ્ય કાર્ય તે કરતે હોય છે. પરંતુ તેને વિચારનું કે સારાસારના વિવેકનું ભાન હોતું નથી. પરંતુ જ્યારે તે મિત્રાદષ્ટિમાં આવે
છે ત્યારે જ સત્ય અસત્ય, કર્તવ્ય અકર્તવ્ય, નીતિ-અનીતિ વગેરેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com