________________
તે તમારે વિચારવું જોઈએ કે ગત વર્ષ કરતાં આજે કેટલું આગળ વધ્યા ? પરંતુ ચક્કસ ધ્યેયથી કામ ન થતું હોવાથી તેનું સરવૈયું નીકળી શકતું નથી. જે તેમ ન હેત તે પ્રાપ્ત થયેલી સંપત્તિ અને વ્યક્તિને મનુષ્ય સદુપયોગ કરી શકત, અને પિતાની જરૂરિયાતને ઓછી કરી બધાં સાધનને આત્મવિકાસ અર્થે જ જેડી દેત. એ ત્યારે બની શકે કે જ્યારે ઘણું કાળથી ઘર કરી બેઠેલાં હદયનાં દર્દો જેવાં કે અહંકાર, તૃષ્ણ, વિષય, વિકાર, ક્રોધ, કપટ, દંભ અને સુકતા વગેરે પ્રતિદિન મંદ મંદ થતાં જાય.
મનુષ્યજીવનનું લક્ષ્ય પિતાના અવિકસિત આત્માને પરમાત્મા તરફ દેર તે છે. આ લક્ષ રાખી બધા વહેવારે અને શક્તિઓને તે ભાગે જોડી દેવી જોઈએ. એજ સાચો માર્ગ છે અને તેજ જીવનનું ધ્યેય છે. આ પંથને ભલે કઈ જ્ઞાન કહે, ભક્તિ કહે, કોઈ કર્મ કહે કે કોઈ નિર્જરા કહે. શબ્દ સાથે આપણને લેશ માત્ર વળગવાનું કારણ નથી, પરંતુ આપણી ક્રિયાનું ફળ આત્મવિકાસ અર્થે હેવું જોઈએ.
જીવનનું ધ્યેય નક્કી થયા પછી જીવનના વિકાસમાં જે જે બાધક કારણે ઉપસ્થિત થાય તેને પણ પ્રતિકાર કરવો જોઈએ. આ સ્થળે કેટલાક મહાપુરુષ તરીકે ગણાતા સાધકો પણ એક વાત ભૂલી જાય છે. વ્યક્તિ કે પદાર્થના સહવાસસેવનથી ઉદ્દભવતા દેષ બદલ પિતાની નબળાઈ ન જોતાં વ્યક્તિ કે પદાર્થને જ દોષ માને છે અથવા તો તેના તરફ તિરસ્કાર વરસાવે છે. વસ્તુતઃ પદાર્થ પિતે બાધક હોઈ શકતા નથી પરંતુ તેના પ્રત્યેની આસક્તિ કે મોહ એજ બંધનકર્તા છે તે ન ભૂલવું જોઈએ. તિરસ્કાર કરવા જેવું જે કંઈ પણ હોય છે તે માત્ર પિતાના આંતરિક દેશે જ છે.
વિશ્વના ઘણા અનુભવી પુરુષોએ કહ્યું છે કે માનવજીવન સંસારમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com