________________
આજ રીતે જ્યારે બાહ્ય ક્રિયાઓમાં આવું ઝીણવટ ભર્યું ધ્યાન રખાય છે તે જીવન જેવા મહત્વના પ્રશ્ન૫ર ન વિચારીએ તેના જેવી બીજી મૂર્ખતા કઈ હેઈ શકે !
આટલા પ્રશ્નો હું તમને પૂછી લઉં. ૧. અહીં તમે શા માટે આવ્યા છે ?
૨. તમને આટઆટલાં અમૂલાં સાધને અને શક્તિ અર્પવામાં કુદરતને શે સંક્તિ છે?
૩ તમારા જીવનને ઉદ્દેશ શું?
આ બધા પ્રશ્નોના ઉત્તરમાં તમારું આજનું વર્તમાન જીવન એજ જવાબ આપે છે કે લક્ષ્મી માટે આ બધે પ્રયત્ન છે. માયિક સુખ માટે આ બધી ધમાલ છે હવે તમારે વિચાર કરવો જોઈએ કે લક્ષ્મી માટે આટલી દોડધામ કરી જીવન વ્યતીત કરવું તેજ તમોને પર્યાપ્ત લાગે છે ? શું મનુષ્ય જીવનની સફળતા તેટલામાં જ સમાપ્ત થાય છે? જો તેમજ હેત તે લક્ષ્મી પ્રાપ્ત થયા પછી પણ દુઃખ થી રીતે હેઈ શકત? માટે માનવું પડશે કે મનુષ્ય જીવનને ઉચ્ચતમ હેતુ લક્ષ્મી પ્રાપ્ત કરવાનું નથી. પરંતુ આત્મોન્નતિ સાધવાને છે. જેટલે અંશે આત્મવિકાસ થાય તેટલે જ અંશે જીવનની સફળતા સમજી લેવી. અફસની બીના એ છે કે મનુષ્ય જાતિનો મોટો વર્ગ આત્માને ભૂલી બહારની ભૌતિક વસ્તુની સંભાળમાં જ જીવન ગુજા-- રતે હોય છે અને જીવનની સફલતા પણ એમાં જ તે માનતા હોય છે.
આત્મન્નતિ માટેનું પહેલું પગથિયું સવિચાર, સદાચાર, પરે-- પકારવૃત્તિ અને સેવાભાવ છે. ઘણા મનુષ્યો સારાં કામે કરતાં હોય છે. પરંતુ તેમને ઘણું ખરે વર્ગ અજ્ઞાનતાથી કે પરંપરાથી કર્યો જાય છે, તેનું રહસ્ય કે આત્મવિકાસ માટે તેની ઉપયોગિતાનું તેને ભાન પણ નથી હોતું. લગભગ આજ સ્થિતિ ધાર્મિક ક્રિયામાં પણ અનુભવાય છે. જે થોડી પણ ક્રિયાઓ આત્મોન્નતિ માટે હાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com