________________
* ૧૦ :
જીવનની સફળતા (પ્રવચનકાર-મહારાજશ્રી નાનચંદ્રજી સ્વામી) પ્રિય આત્મબંધુઓ અને બહેને !
જીવનની સફળતા એજ આજનો વિષય છે. પ્રત્યેક કાર્ય ત્યારેજ સફળ થઈ શકે કે જ્યારે તે કાર્ય ધ્યેય અથવા લક્ષપૂર્વક કરાયું હેય. ધારોકે કોઈ વિદ્યાર્થી સેંકડે ગાઉ દૂરથી અહીં વિદ્યાભ્યાસ કરવા આવ્યો હોય, છતાં નાટક સિનેમા કે વૈભવ વિલાસમાં વખત ગુમાવી નાપાસ થાય તે કહેવું જ પડશે કે તે ધ્યેય ભૂલી ગયો છે. ધ્યેયશન્ય યિા ફળરહિત બને તે સ્વાભાવિક છે. તે જ રીતે આપણા પિતાનું જીવન પણ ધ્યેય અથવા લક્ષપૂર્વક હોય તોજ જીવન સફળ બને છે.
સંસારમાં જે કંઈ કાર્ય થાય છે તે ધ્યેય કે લક્ષ્યને મોખરે રાખી થતું હોય છે. કોઈ પથ્થર પર ઘાટ ઘડનાર સલાટને તમે પૂછો કે આ પથ્થરમાંથી તમે શું બનાવવા ધારો છે ? ત્યારે તેણે જે નિશ્ચય કર્યો હશે તેજ કાંઈને કાંઈ કહેશે, પણ એવો જવાબ નહિ આપે કે કાંઈ નિશ્ચય કર્યો નથી બનાવતાં બનાવતાં જે કાંઈ બની જાય તે ખરું. કારણ કે એણે તે ઘાટ અને પિતાનું ધ્યેય પિતાના માનસમાં પ્રથમથી જ નક્કી કરેલું હોય છે. તેમજ તમે પણ તમારા પ્રત્યેક વ્યવહારિક કાર્યો કંઈને કંઈ હેતુને આગળ કરીને કરતા હે છે. તમે જતા હે અને કોઈ પૂછે કે આપ કયાં જાઓ છે? તે તમે પણ ચોક્કસ જવાબ આપશે. પણ તમે એમ નહિ કહે કે ચાલવા માંડયું છે, પણ કયાં જવું તે નક્કી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com