________________
મળી જાય અને કલાક બે કલાકમાં તે તે લખી નાખી ટાઇપીસ્ટને રાઈપ કરવા આપી દે. સિદ્ધાંતો અને દલીલ આપી અઘરામાં અઘરું લખાણ તે ધારે તે માત્ર દસ દિવસમાં લખી, છપાવી બહાર પડાવે. એવું કાર્ય કરતાં અહીંઆ ગામેગામ રખડવું પડે અને પાંચ વર્ષ લાગે. એવી સગવડે આપણે ત્યાં નથી. તેનેજ લઈને વિદેશી વિદ્વાને પુસ્તકો બહાર પાડે તેની રાહ જોઈ મેટું વકાસી આપણે બેસી રહેવું પડે છે. આપણે ત્યાં કામ કરનાર વિદ્વાને છે. પરંતુ તેવાં સાધન નથી.
આપણે આપણું પુસ્તકને પવિત્ર માનીએ છીએ તેથી તે પર પ્રેમ હોય તે સ્વાભાવિક છે અને તે ખાતર જીવન આપવા તૈયાર છીએ. તે લેકે કંઈ ધર્મના પ્રચાર અર્થે અગર તે પર પ્રેમ અર્થે અભ્યાસ નથી કરતા. તેમજ તેઓ કંઈ જૈન મતના નથી. ઉપવાસ કે પચ્ચખાણ કરતા નથી. પરંતુ જૈનસંસ્કૃતિ જાણવાના શેખની ખાતર અને માત્ર વિદ્યાપ્રેમને લઈ લાખ રૂપીઆનું ખર્ચ કરે છે. આપણે તેથી વધારે લાગણી હોવા છતાં જૈન સાહિત્યના વિકાસ અને પ્રચાર અર્થે કશું નથી કરતા એ મેટા ખેદની વાત છે. આ રીતે જે હું આપને જૈન શાસોને નવી ઢબથી છાપવા યોજના કરવી જોઈએ એ બાબત કંઈપણ અંશે બતાવી શક્યો હોઉં તો હું આ મારા પ્રયાસને કૃતકૃત્ય માનીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com