________________
શકાય તેવું જીવન બનાવી લોકોને ઉપદેશી રહ્યા છે; છતાં ભારતવાસીઓ હજી તેનું મહત્વ સમજી શક્યા નથી. એ કમનશીબની વાત છે. વિલાસનું દુષ્પરિણામ
એક વખત એક મહારાજાએ ભારે ખર્ચે તૈયાર કરાવેલ સુંદર સ્ત્રીંગવાળો નવીન ઢબને પલંગ વસાવ્યો હતો. તે પર મુલાયમ બિછાનું પાથરેલું હતું. પોતાના ઓરડામાં મુકાવી તેણે ધારેલું કે હું આજે રાત્રે આ પલંગ પર સૂઈ આનંદ માણીશ. પરંતુ તેજ દિવસે બપોરના એક દાસી તે એારડાને સાફસૂફ કરવા આવી અને આ મખમલ બિછાવેલ નવીન પલંગ જોઈ જરા આકર્ષણ થયું. આજુબાજુમાં કઈ નથી તેવી ખાતરી કરી જરા આડા પડવાનું મન થઈ ગયું; એટલે બે ચાર મિનિટ તે લહાવો લેવા સૂતી. સૂતા વારજ તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
તેટલામાં રાજાજી ત્યાં અકસ્માત આવી પહોંચ્યા અને આ દશ્ય જોતાંજ વિસ્મિત થઈ ગયા. તેને ખૂબ ગુસ્સો આવ્યો અને કહ્યું રંડા ! કમજાત ! મારા પલંગ પર ! કાપેલા મહારાજાએ તુરતજ ચાબુક હાથમાં લઈ લાગલાજ બે ત્રણ ફટકા લગાવી દીધા. પહેલા જ ફટકે દાસી ઝબકી ઊઠી અને જોયું તે મહારાજા પિતજ હતા. બાજી બગડી ગઈ તેમ જાણું તે વિચારમાં પડી ગઈ, પરંતુ તે ખૂબ ચાલાક ચતુર હતી; એટલે હસવા મંડી અને હજી પણ વધારે મારવા વીનવ્યું.
આ જોઈ રાજાજીને કેપ કંઈક નરમ પડશો ને વિચારમાં પડ્યા કે આનું શું કારણ! આતુર રાજાએ દાસીને પૂછયું કે આવા વખતે તમે હસવું કેમ આવે છે ? તેમ તેમ તે વધારે હસવા લાગી. આથી રાજાની ઈતેજારી વધી પડી અને ફરી ફરી પૂછવા લાગ્યા. દાસીએ ઠાવકે મેંઢે કહ્યું કે ગરીબ પરવર ! તેનું કારણ આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com