________________
સબળ પરિવાર વિચારતા હતા. ઘણે વખત દીક્ષા પાળ્યા પછી એકદ તેમના શરીરમાં વ્યાધિ ઉત્પન્ન થયો અને તેની નિવૃત્તિને અર્થે તેમના પુત્ર વિનંતિ કરવાથી તેઓ પોતાની રાજધાની બહાર આશ્રમમાં રહેવા લાગ્યા.
સમય જતાં રોગ તે નાબૂદ થયે. પૌષ્ટિક દવાઓની અસરથી શરીર સ્વસ્થ અને પુષ્ટ થયું. ત્યારે શિષ્યોએ વિચાર્યું કે હવે એકજ સ્થળે રહેવાની આવશ્યક્તા નથી. છતાં ગુરુમહારાજ તો વિહારની વાત જ કરતા નથી. એકજ સ્થળે સાધુપુરુષે રહેવું એ ઉચિત ન ગણાય. આ પ્રમાણે વિચારી તે વિચક્ષણ શિષ્યોએ ગુરુદેવને વિનંતિ કરી કે હે ભગવન આપણે વિહાર કરીએ. પરંતુ ગુરુને તો એકજ સ્થળે રહેવું ખૂબ ગમી ગયું હતું. પ્રકૃતિને સ્વભાવ જ એવા છે કે તે પ્રલેભનમાં સપડાવી દે. એટલે વિહાર કરવાના ભાવ જણાયા નહિ. ઘણું શિષ્યોને એ વાત રુચિ નહિ. એટલે એક શિષ્યને ગુરુની સેવા કરવા પાસે રાખી ગુરુની આજ્ઞા લઈ બીજા બધા શિષ્યોએ વિહાર કર્યો.
સેવામાં રહેલા તેમના શિષ્ય પંથક ગુની હૃદયપૂર્વક સેવા કરવા છતાં ચારિત્રમાં ખલના આવવા દેતા નહિ. પરંતુ ગુરુ આચારમાં મેળા પડયા. ધીમે ધીમે પ્રમાદી બન્યા અને સાધુની આવશ્યક ક્રિયામાં પણ આળસુ બની ગયા. છતાં પંથક તેમની ભૂલ તરફ દુર્લક્ષ રાખી ગુરુની અનન્ય ભાવે સેવા કયે જતા હતા.
વખત જતાં કાર્તિક પૂર્ણિમાને છેલ્લે દિવસ આવ્યા. સંધ્યાકાળ થઈ ગયો. આ વખતે પ્રત્યેક જૈનમુનિએ ચૌમાસિક પ્રતિકમણવગેરે ધાર્મિક ક્રિયા કરવી જ જોઈએ. પરંતુ ગુરુ મહારાજ તે ઘેર નિકામાં ઘેરી રહ્યા હતા. તેમને જગાડવાથી ગુરુશ્રીને દુઃખ થશે એમ જાણુ પંચક એકલાએ ચૂપચાપ પ્રતિક્રમણ શરૂ કર્યું. પરંતુ પ્રતિકમણમાં ગુરુદેવની આજ્ઞા લેવા માટે વંદન કરી ચરણરજ લેવા જતાં પંથકના કરસ્પર્શથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com