________________
c
સ્વાધ્યાય–આંતરિક તપને ત્રીજો પ્રકાર સ્વાધ્યાય છે. સ્વાધ્યાયને આપણે આગમ ભાષામાં સજઝાય કહીએ છીએ. તેને
કે અને સરલ અર્થ એટલેજ કે ભણેલા શાસ્ત્રોનું વારંવાર રટણ કરવું પુનરાવર્તન કરવું. તેથી જરા ઉચ્ચ કેટિને અર્થે વિચારીએ. તે સ્વાધ્યાય એટલે પિતાને લગતું–આત્માને લગતું ચિંતન-મનન.
દયાન–ધ્યાન એટલે અશુભભાવના-અશુભ અષ્યવસાયને તજી શુભ પરિણામ ધારામાં ઝીલવું અથવા તેમાં વધારે એકાગ્ર થવું તે. ધ્યાનના મુખ્ય ચાર ભેદ છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મસ્થાન અને શુકલ ધ્યાન. પ્રથમના બે તે અશુભ ધ્યાન બાકીના બે તે શુભ ધ્યાન છે.
ભાવનાને પારો વધી જાય ત્યારે થોડા સમયમાં જીવ સ્વર્ગ અને અપવર્ગ પ્રાપ્ત કરવા જેટલી શક્તિ મેળવી શકે છે અને એજ પાર નીચે ઊતરે છે ત્યારે મનુષ્ય નરકાગારને અધિકારી બને છે. આનું રહસ્ય સમજવા માટે જૈનશાસ્ત્રમાં એક સુંદર દષ્ટાંત છે---
પ્રસન્નચંદ્ર નામના રાજર્ષિનું આ દષ્ટાંત છે. પ્રસન્નમુનિ ભગવાન મહાવીરના શિષ્ય હતા. એકદા તે ઉગ્ર તપસ્વી ધ્યાનસ્થ ઊભા હતા. કોઈએ કાનમાં આવી કહ્યું “અહીં તે તું તપ કરે છે પણ તારા રાજ્ય પર તો શત્રુએ હલે કર્યો છે. તારો છેકરો યુદ્ધમાં માર્યો જશે. તારી પ્રજાનું રક્ષણ કરવાની પણ હવે તારી તાકાત ક્યાં છે ?”
પ્રસન્નમુનિ સંસારી જીવનમાં એક રાજા અને સમર્થ લડવૈયા હતા. આ સાંભળી તેના કાન ચમકયા. તેના ધ્યાનમાં ને ધ્યાનમાં તેમણે હથિયારે હાથમાં લીધા અને દુશ્મનના લશ્કરને મારવા લાગ્યા. લશ્કરને મારું છું. કાપું છું. આને મારી નાખ્યા હવે આને મારી નાખું છું. એવી અનેક કલ્પનાઓ તેના મનમાં ઝડપથી
ચાલી જતી જોવામાં આવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com