________________
માફ કરે. હવે નહિ કરું. (૨) બીજાને મેઢે પણ સાસુજીનું વાંકુ ન બાલતાં ઊલટું તેમના વખાણ જ કરવા. () હદયમાં પણ તેમનું ભલું ચિંતવવું. (૪) ઘરના હરકોઈ કાર્યો સાસુને પસંદ ન પડે તે ન કરવાં. (૫) પ્રેમસહિત તેમની સેવા કરવી. આ પાંચ શરતો સાથે હંમેશા મંત્ર ગણવાથી વધુમાં વધુ છ માસ સુધીમાં તમારી સાસુને સ્વભાવ ફરી જશે અને તમારા પર સ્નેહ વરસાવશે. આ સાંભળી પ્રથમ તો તે બાઈ વિચારમાં પડી ગઈ કે એ કેમ બનશે! મનુષ્ય માત્રએમજ ધારતા હોય છે કે આવી શરતે પળે ખરી? સાસુ ગાળાની ત્રમઝટ બોલાવતી હોય ત્યાં આગળ શાંત રહેવાય ખરું? પિતાની સાથે હંમેશાં કલેશ કરનારની સાથે પ્રેમ કે પ્રશંસા થઈ શકે ખરી ! આવી સહનશીલતા 'તો કઈ વિરલ જ રાખી શકે. તેથી જ કહેવું પડે છે કે વિનયને અર્થ ખૂબજ વિશાળ છે. બધા માણસથી તે ન થઈ શકે. તે બાઈએ મારી શરતે સ્વીકારી અને પાલન પણ બરાબર કર્યું. છેવટે તે વિનયમંત્રથી સાસુને જાદુઈ અસર થઈ અને તે સાસુ-વહુના ઝઘડાને ત્યાંજ અંત આવ્યો. પછી તે એવું થઈ ગયું કે સાસુ વહુ વિના કે વહુ સાસુ વિના ઘડી વાર રહી શકે જ નહિ એ પ્રેમ પ્રગટ. કહ્યું છે કે
વિશ્વ બધું વશ થાય વિનયથી વિશ્વ બધું– એહ રસાયણુ અંતર કેરાં, સઘળાં દેશ સમાય;-વિનયથી મેહની મંત્ર અવર નહિ એથી, આ દુનિયાની માંય-વિનયથી.
સેવા–આત્યંતરિક તપમાં ત્રીજું સ્થાન વૈયાવચ્ચનું છે. વૈયાવચ્ચ એટલે સેવા. ઉપવાસ કરે સહેલે પરંતુ સેવા કરવી કઠિન છે. કહ્યું છે કે – રેવાબ: પાdદોઃ શનિનાચવાચ:
અપકાર પર ઉપકાર કરે. પિતાના કર્તવ્ય ખાતર અભેદ ભાવે સેવા કરવી અને બદલાની ઇચ્છા ન રાખવી તેજ સાચી સેવા છે. તીર્થકર જેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com