________________
ગુરુ ઝબકી ઊઠયા અને કેપ કરી કહ્યું -અરે ! એ કેળુ છે? શિષ્ય કહ્યું કે ગુરુદેવ! હું પંથક. મારો અપરાધ ક્ષમા કરે. પૂર્ણિમાના ચૌમાસિક પ્રતિકમણની આજ્ઞા લઈ ચરણરજ લેવા જતાં આપને સ્પર્શ થયો. મેં અભાગીએ આપની નિદ્રામાં ખલેલ પહોંચાડી ' બસ.પંથકના નમ્રતા ભર્યા શબ્દોથી ગુરુને વિચાર થયે કે ઓહો! આજે કાર્તિકી પૂર્ણિમા છે છતાં હજુ હું સુઈ જ રહ્યો છું. અરે! કેટલે પ્રમાદ ! ત્યાગનો આદર્શ શું સાવ ભુલાઈ જ ગય! એવા ચિંતનથી. તેને પારાવાર પશ્ચાત્તાપ થયો.
આવી રીતે પંચકચ્છના ચારિત્રની ગુરુજી પર સચોટ અસર થઈ અને ગુરુને પિતાની ભૂલ સમજાણું. ગુરુના દોષ સામે પંથકજીએ કદિ જોયું નહતું; માત્ર પિતાનું કર્તવ્ય શું છે એજ તેમનું ધ્યેય હતું. આજે તે આપણે ધર્મ કે કર્તવ્ય ન બજાવતાં બીજાની ટીકા કરીએ છીએ. તેથી બીજાના દોષ નિવારી શકતા નથી.
આ સ્થળે મારા એક અંગત અનુભવની વાત તમને કહી સંભળાવું-- એક ઘરમાં સાસુ અને વહુને બહુજ અણબનાવ હતો. સાસુ સ્વભાવના. કંઈક તીખા હતા. વહુ નમ્ર અને સંસ્કારી હતાં. વહુ ઘણી વખત મારી પાસે સાસુના ત્રાસનું વર્ણન કરે. એક દિન તેના ત્રાસની વાત. કરતાં તે દુઃખથી રડી પડી અને મને કહ્યું કે હવે તે કયારેક અકાળ મૃત્યુ કરવું પડશે. મને લાગ્યું કે તેને ત્રાસ અસહ્ય છે. મારી પાસે તે બાઈએ કઇ મંત્રની માગણી કરી; મેં કહ્યું – મંત્ર તો આપું, પરંતુ તેની શરતો બહુ આકરી છે. તે પાળવી પડશે. તેણે હા કહી. આવી પ્રતિકૂળતાઓ, કષ્ટો, પરાધીનતાઓ એ સર્વ પિતાના જ કર્મને ઉદય છે. એમ થોડે બેધ કરી, મેં તેને પંચપરમેષ્ટિને મંત્ર આપ્યો અને નીચેની શરતો પાળવાનું કહ્યું (૧) તમારી સાસુ જ્યારે ગાળો દે ત્યારે મનમાં આ મંત્ર
બેલ, અને પછી શાંત થાય ત્યારે તેમને કહેવું કે હું ભૂલી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com