________________
તે વસ્તુઓને ભેગવવા લાગે છે. આ કંઈ સમજપૂર્વક રસને પરિત્યાગ ન કહેવાય. એથી ઊલટું રસના અપરિત્યાગથી ભેગ વધે છે અનેભાગના પરિણામે રોગ ઉત્પન્ન થાય છે. આવી રીતે આપણે પોતેજ રાગોને નિમંત્રણ કર્યો જઈએ છીએ અને આપત્તિ આવે ત્યારે કર્મોને વાંક કાઢીએ છીએ. એ કેવી કરુણાભરી મૂર્ખતા !
ઘણી ગર્ભવતી સ્ત્રીઓ ખાટા, ખારા, તીખાં ખાણાઓ. લઈને શરીરને એવું તે રાગીઝ બનાવી મૂકે છે કે તેનું માથું પરિણામ પ્રસવકાળે પોતે ભગવે છે અને તેની સંતતિને પણ એ વાર આપી વ્યાધિગ્રસ્ત બનાવી મૂકે છે. ગડગુમડ, ગરમી, ઉધરસ, ઉટાંટીઓ જેવા દર્દીથી પીડાય છે. મનુષ્યને આવી અજ્ઞાનતાઓનું ભૂલ કરતી વખતે લેશમાત્ર ભાન હેતું નથી. જીભને વશ થઈ લેકે રોગમાં સબડતા રહે છે. બીજી તરફથી તેવા ભોજનની પાછળ અને રોગ થયા પછી દવાની પાછળ અનેક પ્રકારનો ખર્ચ વધી જાય છે અને તે ખર્ચ પૂરું કરવા માટે અનેક પ્રકારનાં કાવાદાવા કરવા પડે છે. આ પ્રમાણે ભૂલને પહોંચી વળવા અનેક ભૂલની પરંપરા વધારતે મનુષ્ય પતનના ખાડામાં પડી જાય છે. એક અનુભવીએ કહ્યું છે કે –
જે વિષયથી રસ, તે પાંચે ઈદ્રિય થાયે વશ” રસપરિત્યાગ કરવાથી બધી ઈદિ સહજરીતે કાબૂમાં આવે છે અને બ્રહ્મચર્ય જેવું કઠિન વ્રત પણ પાળી શકાય છે. પરંતુ રસને ત્યાગ–રસની આસક્તિને ત્યાગ– જોઈએ. એક વખત આસક્તિ છૂટી જાય તે ગમે તેવું સ્વાદિષ્ટ ભજન હેવા છતાં મેહામાત્ર તે ચલિત થતો નથી.
આ તપશ્ચર્યા જેટલી શારીરિક દૃષ્ટિએ ઉપયોગી છે તેટલી જ માનસિક દષ્ટિએ પણ છે, કારણ કે આ રસને નાદ (ચસકે) કમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com