________________
તમે સહેજ ઓછું ખાઈ પાણી પી લેશે તે તમે ભૂખ્યા છે એવું સહેજ પણ નહિ જણાય. આજે આપણને વધુ ખાવાની ટેવ પડી ગઈ હોવાથીજ એવી ભ્રમણ થાય છે. પણ ઓછું ખાવાની ટેવ પાડવાથી તેવી કુટેવ સહેજે વિરમી જાય છે. એાછું ખાવાથી શરીર તદન નીરોગી રહે છે અને લેશમાત્ર પ્રમાદ થતો નથી. આવી રીતે કમપૂર્વક શરીરશુદ્ધિ, મનશુદ્ધિ અને આત્મશુદ્ધિ થાય છે.
રસપરિત્યાગ–બાહ્ય તપશ્ચર્યામાં ત્રીજું સ્થાન રસપરિત્યાગનું છે. રસેને પરિત્યાગ કરવો એ ખૂબ કઠણ વસ્તુ છે. જો કે રસે તે પદાર્થ માત્રમાં હોય છે. છતાં પણ આપણે માટે જાણે તેટલા પૂરતા ન થતા હોય તેમ ખાટું, ખારું, મસાલાદાર, ગળ્યું એવા એવા રસેતેજક પદાર્થો ખાવાની એટલી બધી ટેવ પડી ગઈ હોય છે કે એવા રસાળ ભેજને સિવાય આપણને ચાલતું નથી, તીખા તમતમતા અથાણ, કચુંબર વગેરે તે જોઈએ તે જોઈએ. વાસ્તવિક રીતે તો આવા કૃત્રિમ રસો પેદા કરી આપણે પદાર્થના પ્રાકૃતિક સ્વાદથી બિલકુલ વંચિત રહીએ છીએ. જે આપણે ખાદ્ય પદાર્થને બરાબર ચાવીએ તો ગમે તેવો લુખે પદાર્થ પણ સુધા સમી મીઠાસ આપશે. કુદરતી રીતે મોઢામાં એ અમીરસ રહેલો છે કે જે પદાર્થની સાથે ભળી જઈ સર્વોત્તમ સ્વાદ આપે છે. પરંતુ આપણને ખોરાક ચાવીને ખાવાની લેશ માત્ર દરકાર હોતી નથી, એટલે પદાર્થને કુદરતી રસ આપણે નથી મેળવી શકતા અને પરિણામે બહારની વિવિધ પ્રકારની વાનીઓ ખાવાના શેખે ચડી ગયા છીએ.
કેટલાક માણસો સત્યાગના નિયમે કે ગત લે છે. પણ તેમાંના ઘણાખરા હદયથી કે મનથી પદાર્થ પરની આસક્તિને છોડી શકતા નથી. એટલે એ વસ્તુઓ જોતાંજ તેના સ્વાદ પર મનની વૃત્તિ લેભાય છે અને પરિણામે કાંતે તે પ્રતિકાથી પતિત થાય છે
અથવા એ વ્રત પૂર્ણ થયું કે લાગલાજ પ્રથમ કરતાં પૂર્ણ રસથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com