________________
દીધા છે, છતાં એ ઉભરા વધુ ને વધુ બળવાન થાય છે ત્યારે તેને શમાવી શકાતા નથી. આપણે ત્યાં ભૂખ્યા પેટના ગરીબ, ચેર, લુટારા કે ધાડપાડુ બને છે, તે નાના ઉભરા છે; રશિયામાં સામવાદીઓ બળવાન થઈ જવાથી રાજસત્તા પિતાના હાથમાં લે છે એ મેટે ઉભરે છે. નાના ઉભરાને આજે દાબી શકાશે; પરન્તુ જે તેને સંતોષી નહિ શકાય તે કાળક્રમે મેટે ઉભરે પણ જરૂર આવશે અને આપણું દેશની વિકૃત તથા વિસ્મૃત દાન–પ્રણાલી જ હિંદને રશિયા બનાવી મૂકવા માટે જવાબદાર લેખાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com