________________
દાનને પ્રવાહ વ્યાખ્યાતા–શ્રી, ગટલાલ ગે. ઘુ. આ વ્યાખ્યાનમાળાની યોજનામાં જનતરવર્ગને લાભ લેવા દેવાની જે વ્યવસ્થા રાખવામાં આવી છે તેથી ખાસ લાભ જેનેતર વ્યાખ્યાતાઓને થાય છે એવું મારું માનવું છે. જેનજનતા સમક્ષ તેમનાં પિતાનાં ભન્તવ્ય–જૈનધર્મ, સાહિત્ય અને સમાજ વ્યવસ્થા વિશેનાં, સ્પષ્ટપણે મૂકવાને એ વ્યાખ્યાતાઓને પ્રસંગ મળે છે. આ વર્ષે તે આ વ્યાખ્યાનનું પ્રમુખપદ જેન આચાર્યને આપવાની વ્યવસ્થા કરી જૈનજનતા ઉપર ખાસ ઉપકાર કર્યો છે એમ મારે ચોક્કસ માનવું છે. આ સમાજ કલ્યાણકારી જ્ઞાનસત્રની યેજનામાં યથાશક્તિ ભાગ લેવાની મને તક આપવા માટે આ વ્યાખ્યાનમાળાના વ્યવસ્થાપકેને હું બહુ આભારી છું.
આજને વિષય “લનને પ્રવાહ” એ રાખવામાં આવ્યો છે. દાન શબ્દનો ધાત્વતિ “આપવું” એટલો જ થાય છે. છતાં જ્યારે જ્યારે કાંઈ આપવામાં આવે છે ત્યારે તે દાન નથી ગણાતું. સેવાના બદલામાં, માલના બદલામાં કે બીજી કોઈ રીતે કોઈ પ્રકારના બદલામાં આપવાને દાન કહેવામાં આવતું નથી. આ ઉપરથી જણાય છે કે દાનને વિશિષ્ટ અર્થ છે. કોઈપણ બદલાની આશા વિના, કોઈને મદદ ખાતર આપવું તેને દાન કહેવામાં આવે છે. આ દષ્ટિએ જોતાં પણ સગાંસમ્બન્ધીને, ટાણે પ્રસંગે, જે આપવામાં આવે છે તે બદલાની આશા વગર અને ઘણી વખતે મદદ રૂપ હોવા છતાં દાન નથી ગણાતું, એ તે વ્યાવહારિક ફરજ ગણાય છે, એટલે તેને પણ દાન ન કહી શકાય. એટલે જેની સાધનસંપત્તિ ઓછી હેય, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com