________________
૩
પ્રકારના સ્ત્રી પુરુષો જેમને હાલ દાનની જરૂર પડે છે તે સની સંભાળ અને વ્યવસ્થા રાષ્ટ્ર અથવા સંઘ તરફથી થશે, સામાજિક સ સંસ્થાના વહીવટના મેજે રાષ્ટ્રના રહેશે અને તે માટે જે પ્રમાણે હાલ કર લેવાય તેમ કર વસુલ થશે; અગર ખાનગી મીલ્કત જેવું જ નહિ હૈાય તા સમસ્ત જનતાની સામાન્ય માલકીની મીલ્કતમાંથી એની વ્યવસ્થા કરવામાં આવશે. એટલે વ્યક્તિગત દાનને અવકાશ જ રહેવાને નહિ. આ સ્થિતિ અત્યંત ક્રૂર ભલે હાય પણ છેક અસંભવિત નથી. ખીજા દેશામાં જેના ભણકારા વાગી રહ્યા છે તે સ્થિતિ આપણા દેશમાં પણ માડી વહેલી જરૂર આવવાની જ. પરન્તુ આ સ્થિતિમાં દાનની ભાવનાની પાછળ રહેલો ઉદાત્ત અને સાત્ત્વિક મનેાવૃત્તિ—ત્યાગની વૃત્તિ-તા સમૂળગેા અવકાશ રહેશે નહિ અને એટલે જ એ સ્થિતિમાં દાન આધ્યાત્મિક ઉન્નતિનું સાધન ગણુાશે નહિ.
દાનના પ્રવાહ આપણા દેશમાં પ્રાચીન કાળથી સતત વહેતા રહેલા છે એ સત્ય હકીકત હાવા છતાં એ પ્રવાહની દીક્ષા યેાગ્ય માગે વાળવાની અત્યારે ખાસ અગત્ય છે. જે દાનથી દાતાને અહંભાવ ન પોષાય અને દાન પ્રાપ્ત કરનારનું સ્વમાન ખંડિત ન ચાય એ દાન ખરેખરૂં ચેાગ્ય દાન ગણાય. એટલે દાનની એવી વ્યવસ્થા હાવી જોઈએ કે આપનારની જાણ લેનારને ન થાય અને લેનારની જાણ આપનારને ન થાય. વળી એ દાનને પરિણામે દાન લેનાર સ્વાલંબી બની પેાતાના ગુજરાનના ભાર પાતે જાતેજ વહન કરવા શક્તિમાન થાય એવી વ્યવસ્થા હોવી જોઈએ.
વિદ્યાદાન અને હુન્નર ઉદ્યોગ શીખવવાની સગવડ માટેનું દાન એ આ પ્રકારનું દાન છે. આપણા પ્રાન્તમાં દાન કરનારમાં સૌથી આગેવાન પારસી કામ છે. લાખા અને કરોડાનાં તેમનાં દાન છે અને તેનાથી લાખા અને કરેાડા દીન અનાથ, ગરીબ, માંદા, અક્ષત
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com