________________
બાહ્ય તપશ્ચર્યા ખાસ કરી બાહ્યશુદ્ધિ માટે યોજેલ છે અને આંતરિક તપશ્ચર્યા આંતરિક શુદ્ધિના માટે છે; તથાપિ બન્નેને પારસ્પરિક ગાઢ સંબંધ છે. આંતરિક અને બાહ્ય બને શુદ્ધિઓમાં પરસ્પર બન્નેને ફાળો છે. કેણે કઇ તપશ્ચર્યા કરવી? કેવા પ્રકારે કરવી ? ક્યા અનુપાન સહિત કરવી ? તેમાં ગુરુગમની અપેક્ષા રહે છે. એટલાજ માટે પ્રભુએ “આપના પ્રશ્નો) કહેલ છે. મતલબ કે સદ્દગુરુની આજ્ઞા લઈને તેમની અનુમતિ મુજબ આચરવું તેમાંજ ધર્મ, તેમાં જ કાર્યની સિદ્ધિ થાય છે.
ઉપવાસ-બાહ્ય તપના છ પ્રકારમાં પ્રથમ અનશન આવે છે. અનશન એટલે આહારને ત્યાગ–ઉપવાસ. ઘણા લોકો ઉપવાસ કરી માત્ર ભૂખ્યા રહે છે અને તેમ કરવાથી જ તે તેમની પૂર્ણતા માને છે અને ઉપવાસને કાળ સંસારની અનેક સારી નરસી પ્રવૃત્તિઓમાં વિતાવી દે છે. ભૂખ્યા રહેવાથી જ પાપને ક્ષય થઈ જાય એ વસ્તુ તર્ક સિદ્ધ નથી તેમ શક્ય પણ નથી એ વિચારવાનને સહજ સમજાય તેવું છે. ઉપવાસ એક કે અધિક કરનારે આ તપશ્ચર્યા શાને અર્થે છે તેને વિચાર કરવો ઘટે અને જે અર્થની સિદ્ધિ માટે તપ આદર્યો હોય તે અર્થ તરફ લક્ષ રાખી તે સાધવું જોઈએ. આ તપ શારીરિક શુદ્ધિ સાથે માનસિક શુદ્ધિમાં પણ ઉપયોગી નીવડે છે અને તેથી તે તપના સમય દરમિયાન કોઈ પાપકાર્યમાં જોડાવું ન જોઈએ.
આજે ઉપવાસની શકયતા અસહ્ય થઈ પડી છે. આખા વર્ષમાં પણ એકાદ બે ઉપવાસ કરવા પડે તે નથી પરવડતું. તેનું કારણ એ છે કે આજે પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવે કહે કે કુટેવને લીધે કહે, પણ મનુષ્ય માત્ર ચાહ, બીડી, અને એવી અનેકાનેક હાજતાથી પરવશ થઈ ગયું છે, તેનું મન એટલું બધું ઢીલું અને નિર્બળ થઈ ગયું છે કે ઉપવાસની કલ્પનાથીજ તે મૂઝાઈ પડે છે. શાસ્ત્રકારોએ કહ્યું છે કે શરીરમાઇ રજુ ઘર્મ સાધનમ્ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com