________________
: ૮:
તપશ્ચર્યા પ્રવચનકાર–મહારાજશ્રી નાનચંદજી સ્વામી આત્મબંધુઓ અને માતાઓ!
આજે તમને તપશ્ચર્યાની વાસ્તવિકતા સમજાવવા પ્રયાસ કરીશ. વિશ્વના મહાન ઉપકારાર્થે ભગવાન મહાવીરે તપશ્ચર્યાને પોતાના અનુભવથી બહુ સુંદર રીતે વર્ણવી છે અને આત્મશુદ્ધિ માટે તે અતિ આવશ્યક છે એમ સમજાવ્યું છે. જૈનશાસનમાં પ્રવર્તી રહેલી તપશ્ચર્યા અનેક પ્રકારની છે. તેના મુખ્ય બે ભેદ છે. બાહ્ય અને આત્યંતર. બાહ્યતપશ્ચર્યાના છ પ્રકાર છે અને આવ્યંતર-આંતરિક તપશ્ચર્યાના પણ છ પ્રકાર છે. આ બારે જાતની તપશ્ચર્યા એ શુદ્ધ કરેલી રસાયણ છે. જેમ આજના વૈજ્ઞાનિક જમાનાએ બાયકેમિસ્ટ દવાઓની શોધ કરી, બાર જાતના ક્ષારથી તમામ દર્દો નાબૂદ કરવાની હિંમત કરી છે, તેનાથી અનંત ગુણ ખાતરીવાળી–જ્ઞાની પુરુષોએ અનુભવથી સિદ્ધ કરેલી આ પણ બાર જાતની રસાયણ છે. આ બારે તપશ્ચર્યાના નામ નીચે મુજબ છે.
બાહ્યત૫–અનશન, ઊદરી, રસપરિત્યાગ, વૃત્તિસંક્ષેપ, ઇકિયપ્રતિસલીનતા અને કાયકલેશ.
આંતરિક્તપ-પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ય (વૈયાવચ્ચ) સ્વાધ્યાય, ધ્યાન અને કાર્યોત્સર્ગ
આજે આ બારે જાતની તપશ્ચર્યા ઉપર હું થોડું થોડું વિવેચન કરી જઈશ. પરંતુ ખરું જોતાં તે તે દરેક ભેદ ઉપર અલગ અલગ વ્યાખ્યાન આપ્યા હોય તેમજ તેના મહત્ત્વનું ખરું રહસ્ય સમજાવી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com