________________
પુરૂષો અને બાળકોને લાભ મળે છે. એ કામની દાનની એક મોટી સંસ્થા મુંબાઈમાં ટાટા ઈન્ડસ્ટ્રીયલ હેમ છે. આ સંસ્થામાં સેંકડો પારસી ગરીબ બહેનને રાંધવાને, સીવવા ભરવાને, કપડાં ધોવાને, રંગવાન, છાપવાને વગેરે કેટલાક હુન્નર શીખવાય છે અને દરેકને આજીવિકાનું સાધન પુરું પાડવામાં આવે છે.
પારસીથી બીજે જ નંબરે દાન આપવામાં આગેવાન જેન કામ છે. પણ તેમનાં દાન યોગ્ય માર્ગે વળેલાં નથી. દેરાં અને અપાસરા, સંધ અને યાત્રાઓની આ જમાનામાં વિશેષ જરૂર નથી અને જરૂર હોય તો પણ એ સંસ્થાઓ જૈન કેમને જોઈએ તે કરતાં વધારે છે. એ અત્યારે બીન જરૂરી સંસ્થાના નિભાવ અને નવી એવી સંસ્થાઓના સ્થાપન પાછળ લાખ રૂપીઆ ખર્ચવાને બદલે જેન કેમનાં બાળકો અને બાળકીઓને ઉંચી કેળવણી, છાત્રાલય, હુન્નર ઉદ્યોગ શિક્ષણસંસ્થા, ધંધાના અખતરા, પરદેશમાં ધંધા હુન્નર શીખવાની સગવડ, વિધવા સ્ત્રીઓને સ્વાવલંબી ઉદ્યોગ શીખવવાની વ્યવસ્થા વગેરે અતિ ઉપયોગી કાર્યમાં એ પૈસાનો ઉપયોગ કરવામાં આવે તે એ યોગ્ય પ્રકારનું દાન ગણશે.
આવા કોઈ ગ્ય પ્રવાહમાં દાનને વાળવાને આપ વિચાર કરશે તે માટે આજેને શ્રમ હું સાર્થક થયો ગણીશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com