________________
સહ
કળીઓને ચૂસી ચૂસીને માખી મધ એકઠું કરે છે; માખીનેા મધભ-ડાર એટલે અનેક ફૂલના જીવનસત્ત્વનું શોષણ; અને જીવવાના સો કોઇને અધિકાર છે; એટલે મધસગ્રહ કરનારી માખીઓએ જરૂરીયાત હોય તેવાં જીવજંતુઓને પાછું વહેંચી દેવુ જ જોઇએ અને જે ન વહેંચે તે તેની પર હલ્લા થાય, લૂંટ પડે કે તેને જાન ગુમાવવેા પડે. પણ મધમાખી ડાહી છે. એટલે તે કુદરતને આધીન રહીને વર્તે છે અને મનુષ્ય જ બુદ્ધિમાન હાવાથી કુદરતની સામે લડવા ઉભા થઈ જાય છે! તે અનેકને ચૂસીને પેાતાને પટારા અને પેટ એઉ ભરે છે અને ખીજાને પેટ ભરવાના પણ અધિકાર છે કે નહિ તેનો પરવા રાખતા નથી. તેણે તેવી પરવા રાખવી જોઇએ. તે માટે મહાપુરૂષોએ મધમાખીને દાખલે આપીને તેને દાન કરવાના એધ આપ્યા. એ ખેાધ તેણે કાંઇક વાળ્યા અને કાંઈક ન પાળ્યા. જ્યારે તે કેવળ કૃપણુ બન્યા ત્યારે રાજ્યે અને મહાજનરૂપી સમાજે તેની ઉપર વેરા નાંખ્યા, લાગા નાંખ્યા, કર ઉધરાવ્યા, અને એ રીતે ગરીબોનું અને લાચારેનુ જીવન રક્ષવાના પ્રબંધ સમાજે તથા રાજ્યે કર્યાં. પરન્તુ એ પ્રશ્નધ કરનારા રાજ્ય અને સમાજમાંએ વિકાર પેસે છે. સત્તાધારીઓ ગરીબો કરતાં ધનવાના, સત્તાવાળાઓ અને બુદ્ધિમાનાની સેહમાં વધુ તણાય છે. મોટાં મોટાં રાજ્યો પણ કેટલીક વાર ગરીમાને ભાગે ધનવાનાને વધુ ધનવાન બનાવવાના જ નિયમે અને કાયદાઓ કરે છે. આમ થવાથી કરવેરા કે લાગાના લાભ પણ ગરીમાને બરાબર મળતા નથી, ત્યારે કરી પાછે અસંતાષ જાગે છે અને રશિયાના જેવા સામ્યવાદ ધનવાનેાની સામે ડાળા છુરકાવતા આવી પહોંચે છે. આ બધુંય કેવળ કુદરતી છે. એમાં કાઈ ખંખાશ, કે તાકાનીઓનું તાકાન નથી; કેવળ ભૂખ્યાં પેટાનું પટારા ભરનારા સામે સ્વાભાવિક ખંડ છે. એ સામ્યવાદના ઉભરા અનેક દેશમાં એક યા બીજી રીતે, નાના યા માટા સ્વરૂ--- પુમાં ઊભરાયા છે; સત્તાએ હથીયારને જોરે તેવા ઉભરાને શમાવી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com