________________
પર ચલાવે અને તેમના જીવનને પવિત્ર રહે દોરે એવી જના રચાઈ. આજે એ પેજના કેવી વિકૃત થઈ ગઈ છે, તે કહી બતાવવાની જરૂર નથી. જનતાની નીતિ સંસ્કૃતિના રક્ષક લેખાતા બ્રાહ્મણો આજે તીર્થોમાં વસી દાનને બદલે કર અને દંડ ઉઘરાવે છે, શહેરોમાં વસી ભીખ માંગે છે કે ભાગવતની પિથીઓના વરઘોડા કઢાવી કમાય છે અને ગામેગામ ભટકતા સાધુ બાવાના ઝુંડ આગ લગાવીને કાલી રોટી અને દૂધપાકનાં ભેજન માગે છે ! નીતિ સંસ્કૃતિના રક્ષકોને એ પરિવાર આજે સમાજને કેટલો બોજારૂપ બન્યો છે, તે તે આપણી દષ્ટિને વિષય છે. દાનપ્રણાલીની એકજ દિશામાં તેને વિકાસ કેટલો ઉત્કૃષ્ટ હતા અને હાસ કેટલો નિષ્ટ થઈ પડયે છે, તેનું આ જ્વલંત દષ્ટાંત છે.
સમાજનાં ધર્મ અને નીતિ સંરક્ષવા માટે ધર્મસંસ્થાઓને દાન આપવાનું પણ માહામ્ય આપણું પૂર્વજોએ ગાયું છે અને ઉત્તરોત્તર આપણે પણ ગાયું છે. આજે એ સંસ્થાઓ પણ વિકૃત થઈ છે. તેઓ પણ સમાજનાં ધર્મ નીતિનું રક્ષણ કરે કે ન કરે છતાં દાન તે માંગે છે, અને ઘણે સ્થાને એ દાને હવે કરનું કિંવા દંડનું સ્વરૂ૫ ૫ણ ધારણ કર્યું છે. પરંતુ એક વાત વિસરવાની નથી કે દાન કે ત્યાગના બદલામાં પ્રાણુ સૃષ્ટિના હિત માટે કે સમાજોપકારના રૂપમાં કાંઈપણ બદલે મેળવવું એ મનુષ્યને આવશ્યક લાગે છે. દાન નિષ્કામ ભલે હોય પણ અહેતુક ન હોય. ભલે આજે એ દાને. રૂઢિપરંપરાથી, વહેમથી કે અજ્ઞાનથી અહેતુક બની ગયાં હોય, ફળરહિત થયાં હેય કિંવા હાનિકારક પણ નીવડતાં હોય, પણ એ દાનની યોજનાની પાછળ વિનિમયની દૃષ્ટિ છે એ નિર્વિવાદ છે; અને એ વિનિમયની દૃષ્ટિ એજ દાનને અર્થશાસ્ત્ર સાથે સંબંધ.
ગરી, નિધ, અનાનીઓ ઈત્યાદિને ધનનું, અનનું, વસ્ત્રનું આશ્રયનું, વિદ્યાનું ઇત્યાદિ દાન આપવાનું માહાત્મા ગવાય છે, તેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com