________________
૫૫
(૨) આપણી દાન–પ્રણાલી આજે વિકૃત અને અશાસ્ત્રીય બની ગઈ છે. હજારો અને લાખ સુસ્ત બાવાઓના અખાડાનું અસ્તિત્વ એ કાં તે અર્થશાસ્ત્રની વિનિમયદષ્ટિને અભાવ છે અને કાં તો અંધ આધ્યાત્મિક દૃષ્ટિને અતિરેક છે. હજારો મંદિરના પૂજારીઓ અને ધર્માચાર્યો વિલાસમાં જીવન ગાળે તથા ગાયોને લાડવા ખાવા મળે અને બીજી બાજુએ ગામડાની નિશાળને મહેતાછ ભૂખે મરતો હેય કિંવા છોકરાઓ અભણ રખડતા હેય, તે દાન-પ્રણાલીની વિકૃતિ જ છે. દેવની પૂજા કરનારા સંસારીઓને આશરા માટે ઓરડીમાં રહેવાનું ભાડું પણ ન મળતું હોય અને દેવમૂર્તિઓને માટે હજારે આરસનાં મંદિરે હોવા છતાં નવાં મંદિર બાંધવાં તે અપવ્યય માટે કરાતું દાન કે ત્યાગ છે. આપણા દેશમાં દાનનાં નાણું, મીલકતો તથા આવકને જેટલે અપમાર્ગો ઉ૫યોગ થાય છે, તેટલો યુરોપ– અમેરિકા જેવા દેશોમાં થતું નથી, કારણ કે દાન પાછળની આપણી આધ્યાત્મિક દષ્ટિ વિકૃત થઈ છે અને ભૌતિક-અર્થશાસ્ત્રીય દષ્ટિની આપણે પૂરી ગણના કરતા થયા નથી. છતાં કહેવાની જરૂર નથી કે આજે જે કાંઇક અર્થશાસ્ત્રીય દૃષ્ટિ આપણુ દાનમાં વિકાસ પામતી દેખાય છે તે માનવસ્વભાવના અભ્યાસ તથા નિરીક્ષણનું પરિણામ છે. મુસલમાનોએ દાનની મીલકત–વકફને માટે સરકારી કાયદો માંગી લઈને તેની આવકના સદુપયોગ માટે નિયંત્રણ માંગી ' લીધું, તે પણ દાનમાં ઉપયોગિતાવાદની દષ્ટિથી જ.
સમાજશરીરનું કેઈપણ અંગ અત્યંત દુર્બળ થઈ જાય અને બીજું અંગ અત્યંત પુષ્ટ થઈ જાય, ત્યારે તેની સમતોલતા જળવાતી નથી. દુર્બળ અંગ બંડ કરે અને પુષ્ટ અંગ ભયમાં આવી પડે એવી સ્થિતિ ટાળવાને માટે પુષ્ટ અંગ દુર્બળ અંગને દાનથી મદદગાર થાય
તો સમતલતા ચાલ્યા કરે. એવી સામાજિક દષ્ટિથી ગરીબો અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com