________________
૫૪
સલામતીને માટે મનુષ્ય પોતાના બળવાન પાડોશીને કે નિર્બળ અનેક પડોશીઓના જૂથને અસંતુષ્ટ રાખતાં ડરે છે અને ખુશીથી દાન આપે છે કે નાણાં ધીરે છે. મહાપુરૂષોએ ગરીબો પ્રત્યે દાન આપવાને આદેશ ધનવાનની વ્યક્તિગત સલામતી ખાતર કરતાં વિશેષ તે સમાજના દુર્બળ અંગને પણ જાળવવા અને એ રીતે સમાજની સુવ્યવસ્થા સાચવવા માટે કરેલો છે. માનસશાસ્ત્રીઓ મનુષ્યની વૃત્તિઓના ઉંડા અભ્યાસ પછી એવા નિશ્ચય ઉપર આવ્યા છે કે સમાજને કોઈ પણ મનુષ્ય ભૂખે સૂઈ રહે નહિ એવી જ પ્રત્યેક દેશની શાસનપ્રણાલી હોવી જોઈએ. અધ્યાત્મવાદીઓ અને શિક્ષણશાસ્ત્રીઓ એવા નિશ્ચય પર આવ્યા છે કે મનુષ્યના આત્માની ઉન્નતિ માટે તેને શિક્ષણ અને જ્ઞાન આપવું જોઇએ, અને એ માટેની વ્યવસ્થા પણ શાસન પ્રણાલીમાં હોવી જોઈએ. અન્ન, વસ્ત્ર અને શિક્ષણની વ્યવસ્થા યુરોપના દેશની શાસન પ્રણાલીમાં રાજ્ય ઉપાડી લીધી છે અને આપણું દેશમાં તે વ્યવસ્થા ધનવાને અને ઉદાર પુરૂષોના દાન કે સખાવત ઉપર અવલંબી રહી છે. પરંતુ એ એક નક્કી થએલો સિદ્ધાન્ત છે કે, જે દેશમાં સમાજને એક નાનો ભાગ પણ ભૂખ્યો રહે તેવી શાસન પ્રણુલી હોય તો ઉત્તરોત્તર તે વિકૃત થતાં જતાં તેનાં એવાં પરિણામ આવે છે કે થોડા ધનવાનો અને પણ ગરીબમાં જનસમાજ વહેચાય જાય છે અને ધનવાનેનું જીવન પણ મુશ્કેલ બની જાય છે. તેવી જ રીતે જ્યાં અજ્ઞાનીઓને અજ્ઞાની
એ જ રહેવા દેવામાં આવે છે અને તેમને માનસિક રીતે ગરીબ રહેવા દેવામાં આવે છે, ત્યાં પણ અજ્ઞાનીઓ અને બુદ્ધિમાના વર્ગો પડી જઈ તેઓની વચ્ચેનું અંતર વધે છે અને ઘર્ષણ વધી પડતાં સુવ્યવસ્થાને નાશ થાય છે. આજ કારણથી આપણા દેશમાં ગરીબોને અન્નવસ્ત્રનું દાન કે અજ્ઞાનીઓને વિદ્યાદિનું દાન આપવાનું માહામ્ય ગાવામાં આવ્યું છે તે સમાજશાસ્ત્ર અને અર્થશાસ્ત્રની દૃષ્ટિએ પણ ડહાપણ ભરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
છે. આજ કે
દાન આકષ્ટિએ પs