________________
૫૦ સળવાળે તે વિશેષાંશ નિરૂપયોગી નીવડે છે એમ કહેવામાં અતિશકિત નથી.
દાન અનેક પ્રકારનાં છે. અન્નદાન, વસ્ત્રદાન, ગૌદાન. વિદ્યાદાન, અભયદાન, અનુકંપાદાન, ઇત્યાદિ. આ બધા દાન આધ્યાત્મિક આશયથી ભલે કરવામાં આવતાં હોય, પરંતુ તેની પાછળ ઉપગિતાવાદનું દૃષ્ટિબિંદુ રહેલું છે અને એ દષ્ટિબિંદુપૂર્વક જ દાન કરતા સુપાત્ર અને કુપાત્ર જેવાની બધાં ધર્મશાસ્ત્રોએ આજ્ઞા કરી છે. કુપાત્રને કરવામાં આવેલું દાન નિર્થક છે, તે એકલી અધ્યાત્મદષ્ટિથી જ નહિ પણ ઉપયોગિતાવાદની દૃષ્ટિથી પણ. લીલા ખેતરમાં ચરી રહેલી એક ગાયની પાસે ઘાસને ભારે નીરવામાં આવે તે કોણ કહેશે કે તે સુપાત્ર દાન છે? ગાય સુપાત્ર હોવા છતાં તે દાન સુપાત્ર દાન નથી, અને તેથી ઉપયોગિતાવાદની દષ્ટિએ એ દાન દ્રવ્ય તથા શક્તિનો દુરૂપયોગ લેખાય. તેવી જ રીતે એક લૂટારાને વિદ્યાદાન દેવું તે સુપાત્રદાન છે; ભલે એની વગણ સ્થૂળ દૃષ્ટિએ કુપાત્રમાં આવે, પરંતુ તેને કરવામાં આવેલું વિદ્યાદાન ઉપયોગિતાવાદની દૃષ્ટિએ તેને પિતાને અને સમસ્ત સમાજને ઉપકારક થઈ પડે તેમ હેય છે.
આજે ગોપાલન બધા આર્ય ધર્મોમાં પુણ્યકારક મનાય છે; ગાય અને ઇતર પ્રાણીઓમાં આત્મા સમાન હોવા છતાં ગોપાલન પુણ્યકારક મનાયું અને વાઘપાલન નહિ. તેનું કારણ શોધીશું તે આપણને ગાયની ઉપયોગિતા અને વાઘની હિંસકતા જ માલુમ પડી આવશે. મનુષ્ય ગાયને પાળે અને બદલામાં ગાય મનુષ્યને દૂધ કે ખેતી દ્વારા ખવાડે એ વિનિમય ચાલ્યો આવે છે. ગાયને નિભાવ બચાવ અને વંશવૃદ્ધિ કરવાનું આવશ્યક હતું અને જે ગાયોના પાલનમાં ધર્મતત્વને દાખલ કરી ઉપદેશવામાં ન આવે તે માંસાહારીઓ ગાયની વૃદ્ધિમાં અંતરાયરૂપ બને. એ પરિસ્થિતિમાં દેશને ઉગારવાને અને મનુષ્યસમાજની ગાય વિષયક જરૂરીઆતને સમતલ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com