________________
દાન-પ્રલી અને અર્થશાસ્ત્ર
વ્યાખ્યાતા–શ્રી ચુનીલાલ વર્ધમાન શાહ પ્રત્યેક પ્રાણ સુખને ભજે છે. ઇષ્ટ વસ્તુના વિયેગથી દુઃખ અને સંગથી તેને સુખ સાંપડે છે. એક વ્યક્તિને જે વસ્તુને વિગ હોય અને તેથી દુઃખ થતું હોય, તે જ વસ્તુ જે બીજી
વ્યક્તિ પાસે હોય અને તેને તે વસ્તુનું દાન કરે તે પહેલી વ્યક્તિને તેથી સુખ સાંપડે. એજ દાન, એ સુખ સાંપડવાથી તે આશીર્વાદ આપશે અને એવા અનેક આશીર્વાદેના બળથી દાન આપનારને દેવ ગતિ પ્રાપ્ત થશે એ ભ્રમ કે અભિલાષ સેવવાથી દાનની પુણ્યકારક્તાને નાશ થાય છે. દાન આપનારે માત્ર એટલું જ વિચારવું ઘટે કે તે પ્રાણીને પિતાના દાનથી ઉપજેલા સુખને લીધે તે સુખસમાધિથી પિતાનું જીવન વ્યતીત કરશે અને એ રીતે તે આત્મવિકાસની સાધનારૂપ સીડી પર વધુ નહિ તે એકાદ પગથિયું પણ ચડશે. જે દાનથી મનુષ્ય કે ઇતર પ્રાણુના જીવનકલહને અણુ પણ ઓછો થઇ શકે નહિ તે દાન નિયંકે છે. પ્રાણીઓના જીવનકલહને મિટાવવામાં દવ્ય અને શક્તિને જે કાંઈ વ્યય થાય તેટલા પુરતા દાન કરનારે પરિગ્રહત્યાગ કર્યો લેખાય અને એ પણ દાનની પુણ્યકારતા જ લેખાય.
પરંતુ આ તે દાનનું આધ્યાત્મિક પાસું થયું. દાનને અર્થ શાસ્ત્રનું પાસું પણ છે અને એ જ આ લેખને આશય છે. આજે દાનની પાછળ આધ્યાત્મિક આશય જ મુખ્યત્વે કરીને જોવામાં અને ઉપદેશવામાં આવે છે. આધ્યાત્મિક આશયની ખાતર દાન કરવામાં જેટલી લાગણીવશતા હેય છે, તેટલી વિચારપ્રધાનતા હેતી નથી, અને તેથી એવાં દાનેના મોટા ભાગનો દુરૂપયોગ થાય છે, અથવા તો
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com