________________
આજે નવીન યુગની એજ હાકલ છે કે સેંકડે વર્ષો સુધી તમે પક્ષો પડાવવાનું જ કાર્ય કર્યું છે તે હવે ભેગા કરવાનું કાર્ય કરે. અમારે તમારી નિર્માલ્ય તકરારે સાંભળવી નથી. એમ છતાં તમે જે અમારામાં ઝેરનાંજ બી વાવશે અને અમે એક બીજા ભાઈઓ છીએ એમ સમજાવવાને બદલે પ્રતિપક્ષીઓ છીએ એમ સમજાવશો તે તમારા એ ઉપદેશ સામે અમારો પડકાર છે. સમય આવતા તમારા એવા વ્યાખ્યાનો સામે પીકેટીંગ થશે અથવા તમારા ઉપાશ્રયમાં કોઈ આવશે જ નહિ તે યાદ રાખો!
ઓ મહાત્માઓ! તમારી વિદ્વતા અરસપરસ લડવામાં શા માટે ખર્ચા છે આપણે સહુ પ્રભુ મહાવીરના સંતાન છીએ એ મહાસૂત્રનેજ શા માટે પ્રચાર કરતા નથી કે તમને વર્ષોથી લડવાને રસ રહી ગયો છે? આજે યુરોપ, અમેરિકા, જાપાન વગેરે દેશમાં જૈનધર્મનો પ્રચાર કરવાની જરૂર છે. ત્યાં જવાનું કેમ કોઇને સુઝતું નથી ? ફક્ત સામૈયા કે વરઘેડા, પૂજા અને પ્રભાવનાઓ આપણા ધાર્મિક જીવનને નહિ સુધારી શકે તે યાદ રાખશે ! અમે તો આજે નિર્ધાર કર્યો છે કે જે કોઈ મહાત્મા, પછી તે નગ્ન હય, વસ્ત્ર પહેર્યા હેય મુહપતિ બાંધી હેય કે ન બાંધી હોય; પણ અમને પ્રકાશ આપે, અમને ધર્મનું સાચું રહસ્ય સમજાવે તેજ અમારા ગુર છે, એમને જ અમારાં વંદન છે. ઉપાયો
જીવનની ચાર પ્રકારની સ્થિતિનું આ રીતે અવલોકન કર્યા પછી તેને સુધારવાના ઉપાયે ટુંકમાંજ કહીશ. સંસ્કાર અને સ્વાશ્રય એ બે વસ્તુની આપણને આજે જરૂર છે. સંસ્કાર શબ્દથી હું માણસના જીવનને ઘડનાર તમામ પ્રકારના શિક્ષણને સમાવેશ કરે છું. સમાજને આજે સંસ્કારી બનાવવાની જરૂર છે. પછી એ સંસ્કાર,
શાળા કે હાઈલે દ્વારા આપે, પાઠશાળા કે પ્રવચનેથી આપે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com